યુપીમાં હાઈવે પર દુષ્કર્મ

0
4

ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં એક વિદ્યાર્થિની સાથે સામુહિક દુષ્કર્મની હિચકારી ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની પોતાના બે મિત્રો સાથે સ્કૂટી પર ફરવા નીકળી હતી. હાઈવેના કિનારે એ દરમિયાન 6 યુવકોએ તેમને ઘેરી લીધા હતા. 6 નરાધમોએ વિદ્યાર્થિનીના બંને દોસ્તો પર હુમલો પણ કર્યો હતો. ત્યારપછી ચાકૂની અણીએ તમામ 6 યુવકોએ વારાફરતી ગેંગરેપ કર્યો હતો.

પાંચ દિવસ સુધી યુવતી ભયથી ચૂપ રહી

આ ઘટના બરેલીમાં શહેરના બાયપાસ નજીકના લિંક રોડ પર સ્થિત ભગવાનપુર ઘીમરી ગામની પાસેની સૂકી નહેરમાં 31 મેના રોજ બની હતી. બપોરના સમયે આ ઘટના પછી લોકલાજના ભયથી પાંચ દિવસ સુધી યુવતીએ આ ઘટના અંગે ચુપકિદી સેવી હતી. તેણે ઘરમાં પણ કોઈને આ વાત કરી નહોતી. પરંતુ જ્યારે તેની તબિયત ખરાબ થઈ તો તેણે પોતાની મોટી બહેનને સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારપછી પરિવારજનો સાથે ઈજ્જતનગર પોલીસ સ્ટેશને જઈને શનિવારે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.

એક મિત્ર નાસી ગયો, બીજાને ચાકૂ બતાવી ધમકાવ્યો

ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તે 31 મેના રોજ લગભગ 3 વાગ્યે પોતાના બે મિત્રોની સાથે સ્કૂટી પર ફરવા નીકળી હતી. હાઈવે પર ભગવાનપુર ઘીમરી ગામની નજીક નહેરના કિનારે છ યુવકોએ તેનું વાહન રોક્યું હતું અને ચાકૂ બતાવીને માર માર્યો હતો. આ દરમિયાન એક મિત્ર બચીને નાસી જવામાં સફળ થયો પણ બીજા મિત્રને તમામ 6 યુવકોએ મારપીટ કરીને ઘાયલ કરી દીધો હતો.

ત્યારબાદ નરાધમો યુવતીને સૂકી નહેરમાં લઈ ગયા હતા. જ્યાં વિદ્યાર્થિનીને તેમણે ધમકી આપી કે જો બૂમરાણ કરશે તો જાનથી મારી નાખશે. તેના પછી તમામ 6 નરાધમોએ વારાફરતી તેની સાથે ગેંગરેપ કર્યો હતો. પીડિતાના કહેવા પ્રમાણે, આરોપીઓની વાતચીતમાં તેણે આરોપીઓનાં નામ સાંભળી લીધા હતા. પીડિતાએ આરોપી ધર્મેન્દ્ર, અનુજ, વિશાલ, નીરજ, અમિત અને નરેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

એસએસપી ઘટનાસ્થળે દોડી ગયા

શનિવારે વિદ્યાર્થિનીએ ગેંગરેપની ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ હરકતમાં આવી હતી. એસએસપી રોહિત સિંહ આ મામલે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવાઈ છે. આ તમામ આરોપી ભગવાનપુર ઘીમરીના હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here