પાકિસ્તાન : મસૂદ અઝહર આર્મી કસ્ટડીમાંથી ગુમ, આ સપ્તાહ FATF ટેરર ફંન્ડિગ વિરુદ્ધ ભરવામાં આવેલા પગલાનું મૂલ્યાંકન કરશે

0
9

લંડનઃ આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવા તેમ જ મની લોન્ડરીંગ પર ચાપતી નજર રાખતી ફાયનાન્સિયલ ટાક્સ ફોર્સ (FATF)ની બેઠક અગાઉ પ્રતિબંધિત આતંદવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM)નો સરગના મસૂદ અઝહર પાકિસ્તાન લશ્કરની કેદમાંથી ભાગી ગયો છે. FATFની ગત રવિવારે પેરિસમાં બેઠક શરૂ થઈ છે. IMF, સંયુક્ત રાષ્ટ્ર (UN),વિશ્વ બેન્ક અને અન્ય સંગઠનો સહિત 205 દેશના 800 પ્રતિનિધિ તેમા ભાગ લઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે ભારત આ બેઠકમાં પાકિસ્તાન પર મસૂદ અઝહર સામે કાર્યવાહી કરવા દબાણ કરશે.

પાકિસ્તાનના મુત્તાહિદા કોમી મૂવમેન્ટ (MQM)પાર્ટીના પ્રમુખ અલ્તાફ હુસૈને FATFની બેઠક અગાઉ સૂદ અઝહર ગુમ થવા અંગે ચિંતા દર્શાવી છે અને પાકિસ્તાન દ્વારા ભરવામાં આવી રહેલા પગલા અંગે શંકા દર્શાવી છે.

રાવલપિંડીમાં થયેલા વિસ્ફોટમાં મસૂદ અઝહર ઈજા પામ્યો હોવાની માહિતી મળી હતી.
મસૂદ અઝહર અને તેનો પરિવાર શંકાસ્પદ રીતે પાકિસ્તાનની કસ્ટડીમાંથી ગુમ થઈ ગયો છે. જૈશ સરગના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. ગયા વર્ષે જૂનમાં રાવલપિંડીમાં થયેલા બોંબ વિસ્ફોટમાં મસૂદ ઈજાગ્રસ્ત થયો હતો. તે આર્મી હોસ્પિટલમાં કિડનીને લગતા ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની કોઈ જ માહિતી સામે આવી ન હતી.

એન્ટોનિયો ગુટેરેસના પાકિસ્તાન પ્રવાસ અંગે ચિંતા દર્શાવી

હુસૈને ટ્વિટ કર્યું છે કે મસૂદ અઝહર અને તેનો પરિવાર ગુમ થયો હોવાની માહિતી પેરિસમાં FATFના સત્રની શરૂઆત અગાઉ સામે આવી છે. આ સપ્તાહ પરિસ સ્થિત વિશ્વભરની આતંકવાદી પ્રવૃત્તિઓ અને ફંડિંગ પર નજર રાખનારી સંસ્થા તેનું મૂલ્યાંકન કરશે કે શું પાકિસ્તાને આતંકવાદ સામે કાર્યવાહી માટે પૂરતા પગલા ભર્યા છે કે નહીં. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પાકિસ્તાનમાં ચાર દેશના પ્રવાસ પર સિંધ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાના વિસ્તારોની મુલાકાત કરશે અને ત્યાં થઈ રહેલા અત્યાચાર અંગે માહિતી મેળવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here