ઈન્ડોનેશિયામાં શ્રીવિજયા એરલાઇન્સનું વિમાન ગુમ, પ્લેનમાં 50 લોકો સવાર હતા

0
4

ઇન્ડોનેશિયામાં શ્રીવિજયા એરલાઇન્સનું વિમાન શનિવારે ગુમ થયું હતું. તેમાં 50 લોકો સવાર હતા. એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ વિમાનનો કંટ્રોલ ટાવરથી સંપર્ક તૂટી ગયો. દરિયામાં વિમાનના ટુકડા મળી આવ્યા છે. જો કે, તે ગુમ થયેલ વિમાનના છે કે નહીં તે અંગેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

શ્રીવિજયા એરનો ગુમ થયેલ ફ્લાઇટ નંબર SJ 182 હતો. FlightRadar24 મુજબ બોઇંગ 737-500 વર્ગનું વિમાન જકાર્તાના સુકર્ણો-હટ્ટા એરપોર્ટથી ઉડાન ભરી હતી. ટેક ઓફના ચાર જ મિનિટ પછી, વિમાનએ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક ગુમાવ્યો. તે સમયે વિમાન 10 હજાર ફૂટની ઉંચાઇએ હતું.