મિશન મંગળે બોક્સ ઓફિસ પર મચાવ્યો તરખાટ, અક્ષયની આ ફિલ્મ બની હાઈએસ્ટ ઓપનર

0
46

સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના તહેવાર પર અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ અને સોનાક્ષી સિન્હા માટે યાદગાર રહ્યો કેમકે આ દિવસે તેમની ફિલ્મ મિશન મંગલ રિલીઝ કરવામાં આવી અને આ ફિલ્મે બમ્પર ઓપનિંગ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી હતી. આ ફિલ્મે આંખો ફાટી રહી જાય તેવી રકમ સાથે એટલેકે 29.16 કરોડની માતબર રકમ સાથે પોતાનું ખાતુ ખોલ્યુ હતુ.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પહેલા દિવસે આ ફિલ્મની કમાણીના આંકડાઓ જાહેર કર્યા હતા. આ ફિલ્મ પહેલા જ દિવસે 29 કરોડની કમાણી કરી શકશે તેવુ એક અનુમાન પણ લગાવવામાં આવ્યુ હતુ. આ કમાણીની સાથે જ આ ફિલ્મ અક્ષય કુમારની કેરિયરની હાઈએસ્ટ ઓપવર ફિલ્મ બની ગઇ છે.

આ વર્ષની બીજી સૌથી મોટી ફિલ્મ

પહેલા જ દિવસે ઓપનિંગના મામલે મિશન મંગલ વર્ષની સૌથી બીજી મોટી ફિલ્મ બની ચુકી છે. પહેલા નંબર પર સલમાન ખાનની ફિલ્મ ભારત રહી છે. ભારતે પહેલા દિવસે 42.30 કરોડની કમાણી કરી હતી.

જોઈએ વર્ષની હાઈએસ્ટ ઓપનર ફિલ્મો
1, ભારત- 42.30 કરોડ
2, કલંક- 21.60 કરોડ
3, કેસરી-21.06 કરોડ
4, ગલીબોય-19.40 કરોડ
5, ટોટલ ધમાલ-16.50 કરોડ

આપને જણાવી દઈએ કે 2018માં સ્વતંત્ર્યતા દિવસના અવસર પર અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ 25.25 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. અક્ષયની 2019માં રીલિઝ થયેલી ફિલ્મ કેસરીએ 21.50 કરોડની કમાણી કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સ્વતંત્રતા દિવસના વીકેન્ડમાં અક્ષય કુમારની ફિલ્મો રીલિઝ થાય છે અને કમાણી કરીને તમામ રેકોર્ડ પણ તોડ્યા છે.

ફિલ્મનું નિર્દેશન જગન શક્તિએ કર્યુ છે. ફિલ્મમાં કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન અને શરમન જોશીએ મહત્વનો રોલ નિભાવ્યો છે. મિશન મંગલને ખુબજ પસંદ કરવામાં આવી રહી છે. લોકો ફિલ્મોની પ્રશંસા કરતા નથી થાકતા. અક્ષય કુમાર સિવાય વિદ્યા બાલનની એક્ટિંગને પણ ખુબજ વખાણવામાં આવી રહી છે.

શું છે ફિલ્મની કહાની? 
ફિલ્મમાં ઇસરોએ રાકેશની લીડરશિપમાં GSLV ફેટ બોય રોકેટ સ્પેસ મોકલવામાં આવી રહ્યું છે. રોકેટમાં ખામી સર્જાતા મિશનને અબોર્ટ કરવુ પડે છે અને આટલુ મોટુ મિશન ફેલ થાય છે. સજાના ભાગ રૂપે રાકેશને મંગલ મિશન પર કામ કરવાનું કહેવામાં આવે છે. અને પછી શરૂ થાય છે ભારતના મિશન મંગલની સફર. આ કહાની ખુબજ પ્રેરણાત્મક છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here