ભારે નુકસાનને કારણે મિત્સુબિશીએ Pajero કાર આવતા વર્ષે બંધ કરવાનો નિર્ણય કર્યો, કંપનીએ વર્કફોર્સ અને પ્રોડક્શન પણ ઘટાડ્યું

0
12

દિલ્હી. જાપાનની ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર કંપની Mitsubishi Motors Corpએ તેની SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) Pajero બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ ભારે નુકસાનને કારણે તેને બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. મિત્સુબિશીએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે કોરોના વાઇરસના પ્રકોપને કારણે તેને સતત બીજા વર્ષે એટલે કે ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચ 2021 સુધી ભારે નુકસાન થશે. આ છેલ્લા 18 વર્ષમાં મિત્સુબિશીનું સૌથી મોટું નુકસાન હશે. તેમાંથી રિકવર થવા માટે કંપનીએ Pajero ગાડી બંધ કરવાનું નક્કી કર્યું છે.

કંપનીએ વર્કફોર્સ અને પ્રોડક્શન પણ ઘટાડ્યું
જાપાનની છઠ્ઠી સૌથી મોટી ઓટોમેકર મિત્સુબિશીને આશંકા છે કે માર્ચ 2021 પૂરું થાય એ પહેલાં તેને 1.3 બિલિયન ડોલરનું નુકસાન થશે. તેને ધ્યાનમાં રાખીને કંપની તેનું વર્કફોર્સ અને પ્રોડક્શન ઘટાડી રહી છે. આ સાથે જ 20% ફિક્સ્ડ કોસ્ટ ઓછી કરવા માટે આગામી બે વર્ષમાં કોઈ ફાયદો ન કરનારી ડીલરશિપ પણ બંધ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

Pajero અને તેને બનાવનાર પ્લાન્ટ પણ બંધ થવાની તૈયારી
આ રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ મિત્સુબિશીએ આગામી વર્ષે તેની Pajero SUVનું પ્રોડક્શન બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે કંપની Pajero બનાવનાર જાપાન સ્થિત પ્લાન્ટ પણ બંધ કરી દેશે. મિત્સુબિશી યુરોપ અને નોર્થ અમેરિકામાં આગળ કામ કરવા માગે છે. તેમજ, બીજીબીજુ વેચાણમાં વધારો કરવા તે એશિયામાં તેની પ્રોડક્ટ વધારવા પર ફોકસ કરશે.

નવી પ્રોડક્ટ માટે રેનો નિસાન અલાયન્સનો યુઝ
આ ઉપરાંત, મિત્સુબિશી નવી પ્રોડક્ટ ડેવલપ કરવા માટે રેનો નિસાન અલાયન્સનો ઉપયોગ કરશે. કંપની ન્યૂ જનરેશન Outlander પર કામ કરી રહી છે, જે અલાયન્ટના CMF-C/D (કોમન મોડ્યુલર ફેમિલી) પ્લેટફોર્મ પર આધારિત હશે. આ જ પ્લેટફોર્મનો ઉપયોગ નિસાનની Rogue/Qashqai, X-Trail અને રેનોની Kadjar, Talisman અને Koleos ગાડીઓમાં થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here