શેમ્પૂ કરતી સમયે મિક્સ કરી લો આ 1 વસ્તુ, ચપટીમાં દૂર થશે વાળની સમસ્યાઓ

0
36

જો ડાયટની વાત હોય તો ખાંડ નુકસાનકારક હોઈ શકે છે પરંતુ વાત જો બ્યૂટીની હોય તો આ ખાંડ તમને અનેક રીતે મદદ કરે છે. ખાસ કરીને હેરકેરમાં ખાંડ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જ્યારે તમે શેમ્પૂ કરો તે સમયે થોડી ખાંડ પણ સાથે લેશો તો તમારા વાળની અનેક સમસ્યાઓથી રાહત મળી શકે છે. ખાંડ વાળ માટે કંડીશનરનું કામ કરે છે. તો જાણો કઈ રીતે ઉપયોગ કરવાથી તેનો ફાયદો મળશે.

  • શેમ્પૂ કરતાં મિક્સ કરો ખાંડ
  • ખાંડ વાળની સમસ્યાઓને કરે છે દૂર
  • વાળ માટે કંડીશનરનું કામ કરે છે ખાંડ

આ રીતે બનાવો ખાંડ અને શેમ્પૂનું મિશ્રણ

સૌ પહેલાં વાળને ભીના કરો. ત્યારબાદ શેમ્પૂમાં થોડી ખાંડ મિક્સ કરી લો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને પછી વાળમાં લગાવો. હવે તમારા સ્કલ્પનું મસાજ કરો. થોડા સમય બાદ પોતાના વાળને પાણીથી વોશ કરો.

શેમ્પૂ અને ખાંડના મિશ્રણથી થશે આ ફાયદા

સ્કલ્પને કરશે સાફ

વાળને શાઈની બનાવવા અને સાથે સ્કલ્પની ગંદગી દૂર કરવામાં શેમ્પૂ અને ખાંડનું મિશ્રણ ફાયદો કરે છે. આ મિશ્રણને થોડી વાર સુધી સ્કલ્પ પર લગાવી લો અને મસાજ કરો. હવે સ્કલ્પને વોશ કરો. તમને ફરક જોવા મળશે.

ડ્રાય વાળથી રાહત

શેમ્પૂ અને ખાંડને મિક્સ કરવાથી સ્કલ્પ પર લગાવવાથી ડ્રાય વાળથી રાહત મળે છે. આ મિશ્રણ વાળને નરમ અને સોફ્ટ બનાવે છે.

વાળનો ગ્રોથ વધારે

વાળનો ગ્રોથ વધારવામાં શેમ્પૂ અને ખાંડનું મિશ્રણ લાભદાયી રહે છે. દર અઠવાડિયે 2-3 વાર આ રીતે વાળ ધોવાથી વાળ સિલ્કી અને મુલાયમ બને છે.

ડેન્ડ્રફથી મળશે રાહત

માથાના ડેન્ડ્રફને દૂર કરવા માટે શેમ્પૂ અને ખાંડ મદદ રૂપ બને છે. તેને સારી રીતે સ્કલ્પ પર ઘસવાથી રાહત મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here