દૂધમાં આ એક વસ્તુ મિક્સ કરીને દરરોજ પીવા લાગો, દવા વિના દૂર થઈ જશે આ બીમારીઓ

0
6

દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દૂધમાં અલગ અલગ વસ્તુઓ ઉમેરી અને પીવામાં આવે છે, તેનાથી પણ સ્વાસ્થ્ય સુધરે છે. પરંતુ આજે તમને જાણવા મળશે દૂધ અને તુલસીથી થતા લાભ વિશે. રોજ સવારે દૂધમાં તુલસી ઉકાળી અને પીવાથી શરીરને અઢળક લાભ થાય છે. એટલું જ નહીં આ દૂધ પીવાથી અનેક બીમારીઓમાંથી મુક્તિ પણ મળે છે.

ફ્લૂ થશે છૂ…

તુલસીમાં એન્ટી ઈન્ફ્લેમેટ્રી તત્વ હોય છે. આ તત્વ ફ્લૂથી શરીરનું રક્ષણ કરે છે. તુલસીના પાનનો ઉકાળો તો અનેકવાર પીધો હશે પરંતુ હવે જ્યારે ફ્લૂ સતાવે તો તુલસીના પાન દૂધમાં ઉકાળી અને તે દૂધનું સેવન કરજો.

માઈગ્રેન

જો તમે માઈગ્રેનના દર્દી હોય અને અસહ્ય માથાનો દુખાવો તમને અવારનવાર થતો હોય તો દૂધમાં હળદર અને તુલસીના પાન ઉકાળી અને  આ દૂધ પીવાનું શરૂ કરો. માથાનો દુખાવો દૂર થઈ જશે.

પથરી

 

દૂધમાં તુલસી ઉમેરીને પીવાથી કિડની સ્ટોન એટલે કે પથરીની તકલીફ દૂર થઈ જાય છે. તેને રોજ પીવાનું રાખશો તો પથરી ધીરે ધીરે ઓગળી જશે.

કેન્સરની બીમારીથી બચાવ

તુલસીવાળુ દૂધ પીવાથી કેન્સર થવાનું જોખમ પણ ઘટી જાય છે. તુલસીમાં અનેક એન્ટી બાયોટિક અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. આ તત્વ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને બીમારી થવાનું જોખમ ઘટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here