પેટ પર જામેલ ચરબીના થરને ઓછો કરવા ગરમ પાણીમાં મિક્સ કરો આ વસ્તુ, થોડા દિવસોમાં બની જશો પાતળી પરમાર

0
7

જાડાપણાના ઘણા કારણ હોય છે. ઘણી વખત અનિયંત્રિત ભોજન અને અસંતુલિત લાઈફસ્ટાઈલને કારણે જાડાપણુ વધી જાય છે. એવામાં જાડાપણાથી રાહત મેળવવા માટે લોકો ડાયટિંગ કરતા રહે છે અથવા જિમ જાય છે. જેનાથી ઘણી વખત ફાયદાની જગ્યાએ નુકસાન થવાની આશંકા રહે છે. જાડાપણાને કારણે ઘણી બીમારીઓ જેવી કે, ડાયાબિટીઝ, દિલની બીમારી, સ્ટ્રોક વગેરે હોવાની સંભાવના વધી જાય છ. કોઈપણ ઉંમરના લોકોને જાડાપણુ પરેશાન કરે છે. એવામાં સૌથી જરૂરી છે, પોતાની ડાયટનુ ધ્યાન રાખવુ. દરરોજ ગરમ પાણી પીવાથી જાડાપણુ ઓછુ થાય છે. તો આવો જાણીએ ગરમ પાણીની સાથે કઈ વસ્તુઓ ભેળવવાથી ઓછુ થઈ જાય છે.

જાડાપણુ ઓછુ કરવા માટે ડ્રિંક બનાવવાની સામગ્રી

  • જીરુ- 2 ચમચી
  • ધાણા- 2 ચમચી
  • સૂંઠ- 2 ચમચી

ડ્રિંક બનાવવાની રીત

સૌ પ્રથમ જીરૂ, ધાણા અને સૂંઠને રાત્રી પુરતુ પલાળી પાણીમાં પલાળી રાખી દો. ત્યારબાદ બીજે દિવસે સવારે આ બધી વસ્તુને પાણીમાં ઉકળવા માટે ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ માટે છોડી દો. હવે તેને ગાળી લો અને હળવુ ઠંડુ થવા પર છોડી દો. સ્વાદ માટે તમે આ ડ્રિંકમાં મધ પણ મિક્સ કરી શકો છો. મધ ફેટને બર્ન કરવામાં ખૂબ જ ફાયદાકાર છે.

જીરુ કેવી રીતે વજન ઓછુ કરે છે

જીરામાં વિટામિન્સ અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે મેટાબોલિજ્મને મજબૂત કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે સિવાય જીરુનુ પાણી પીવાથી શરીરમાં હાજર એક્સ્ટ્રા ફેટ પણ સરળતાતી બર્ન થાય છે.

વજન ઓછુ કરવા માટે ધાણાના ફાયદા

ધાણામાં ફાઈબર ઉચ્ચ માત્રામાં હાજર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરી રાખે છે. જેનાથી વધારે પ્રમાણમાં જમવાની ક્રેવિંગ થતી નથી. આ પ્રકારે આ વજન ઓછુ કરવા માટે પ્રભાવી માનવામાં આવે છે. સાથે જ પાચન શક્તિને પણ મજબૂત કરે છે.

સૂંઠ કેવી રીતે વજન ઓછુ કરે છે

સૂંઠમાં એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ હાજર હોય છે જે વજન ઓછુ કરવા માટે ફાયદાકારક હોય છે. તે સિવાય આ પેટની ચરબીને પણ ઓછુ કરે છે અને બેલી ફેટને પણ બર્ન કરે છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here