મિક્સ્ડ માર્શલ આર્ટસ ફાઈટર કોનોર મેકગ્રેગર તમામ રમતોના ખેલાડીઓને પછાડીને કમાણીમાં ટોપ પર

0
5

સામાન્ય રીતે રમત જગતમાં ક્રિકેટરો, ફૂટબોલ પ્લેયર્સ , ટેનિસ સ્ટાર અને ગોલ્ફના ખેલાડીઓ કમાણી કરવામાં આગળ રહેતા હોય છે.જોકે 2020માં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓના ફોર્બ્સ મેગેઝિને જાહેર કરેલા લિસ્ટમાં મિક્સ્ડ માર્શલ આર્ટસ ફાઈટર કોનોર મેકગ્રેગર તમામ રમતોના ખેલાડીઓને પછાડીને ટોપ પર રહ્યો છે.

મેકગ્રેગર ફાઈટર છે અને મિક્સ માર્શલ આર્ટસની રમતમાં રિંગમાં પ્લેયરો વચ્ચે લોહીયાળ જંગ જામતો હોય છે.આ રમતમાં મેકગ્રેગર ટોપ પર છે પણ હવે કમાણી કરવામાં તેણે બીજી લોકપ્રિય રમતના ખેલાડીઓને પાછળ રાખી દીધા છે.2020ના વર્ષમાં મેકગ્રેગરે 1324 કરોડ રુપિયાની કમાણી કરીને નંબર વન સ્થાન મેળવ્યુ છે.

ગયા વર્ષે આયરલેન્ડના આ ખેલાડીએ માત્ર એક જ મુકાબલામાં ભાગ લીધો હતો.જેમાં જીતવા બદલ 22 મિલિયન ડોલર એટલે કે 162 કરોડ રુપિયા જેટલી રકમ તેને મળી હતી.આ સિવાય તેની મેદાન બહારની કમાણી 158 મિલિયન ડોલર એટલે કે 1162 કરોડ રુપિયા રહી છે.

મેકગ્રેગર ટેનિસ પ્લેયર ફેડરર અને ગોલ્ફર ટાઈગર વૂડસ પછીનો એવો ત્રીજો ખેલાડી છે જેણે એક વર્ષમાં 515 કરોડ રુપિયાથી વધારે કમાણી મેદાન બહારથી કરી છે.મેકગ્રેગર સહિત ચાર ખેલાડીઓ એવા છે જેમણે 2020ના વર્ષમાં 100 મિલિયન ડોલર એટલે કે 735 કરોડ રુપિયાથી વધારે કમાણી કરી છે.જેમાં દિગ્ગજ ફૂટબોલ સ્ટાર મેસી અને રોનાલ્ડો પણ સામેલ છે.

સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં 956 કરોડ રુપિયા સાથે મેસી બીજા સ્થાને અને 882 કરોડ રુપિયા સાથે રોનાલ્ડો ત્રીજા સ્થાને છે.ગયા વર્ષે આ લિસ્ટમાં ટોપ પર રહેનાર ફેડરર આ વખતે સાતમા નંબરે છે.સૌથી વધુ કમાણી કરનારા દસ ખેલાડીઓ આ પ્રમાણે છે.

કોનોર મેકગ્રેગર–આયરલેન્ડ –મિક્સ માર્શલ આર્ટસ–1324 કરોડ

લિયોનલ મેસી–આર્જેન્ટિના–ફૂટબોલ–956 કરોડ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો–પોર્ટુગલ–ફૂટબોલ–882 કરોડ

ડાક પ્રેસ્કોટ–અમેરિકા–સોકર લીગ–790 કરોડ

લેબ્રોન જેમ્સ–અમેરિકા–બાસ્કેટ બોલ–709 કરોડ

નેમાર-બ્રાઝિલ–ફૂટબોલ–698 કરોડ

રોજર ફેડરર–ટેનિસ–સ્વિત્ઝરલેન્ડ–662 કરોડ

લુઈસ હેમિલ્ટન–બ્રિટન–ફોર્મ્યુલા વન કાર રેસિંગ–603 કરોડ

ટોમ બ્રેડી–અમેરિકા–સોકર લીગ–559 કરોડ

કેવિન ડુરાન્ટ–અમેરિકા–બાસ્કેટબોલ–551 કરોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here