ગાંધીનગર :દહેગામ : ભારત બંધના એલાન ને મળેલો મિશ્ર પ્રતિસાદ : શાકમાર્કેટ બંધમાં જોડાયું.

0
66

 

દહેગામ ખાતે ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ.
દહેગામ ખાતે આવેલ શાકમાર્કેટ બંધમાં જોડાયું છે.
APMC કચેરી અને દહેગામ શહેરના બજારો ખુલ્લા જોવા મળી રહ્યાં છે. 

 

 

ખેડૂતો દ્વારા આપયેલ ભારત બંધના એલાન ને ગાંધીનગર જિલ્લાના દહેગામમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. દહેગામ ખાતે આવેલી APMC કચેરી અને દુકાનો બંધમાં જોડાઈ નથી . ચાલુ રાખવામાં આવેલ છે. આજે ભારત બંધના એલાન ને લીધે ખેડૂતોની સંખ્યા ઓછી દેખાઈ રહી છે. તેમજ દહેગામ મામલતદાર કચેરી થી જવાના માર્ગ ઉપર આવેલી અમુક દુકાનો ખુલ્લી તો અમુક દુકાનો બંધ રાખવામાં આવી છે. પાલૈયા થી નરોડા જવાનો મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો તમામ ખુલ્લી છે. શાકમાર્કેટ સદંતર બંધ છે. આમ દહેગામ માં આજે ભારત બંધના એલાનનું મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. દહેગામ તાલુકાના રખિયાલ ના બજારો પણ ખુલ્લા હોવાની માહિતી મળવા પામેલ છે. આમ ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહેલ છે. આજે સવારથી દહેગામ ના પી.આઇ જયદીપ સિંહ રાઠોડ અને તેમના સ્ટાફ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. અને સતત પેટ્રોલિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here