Sunday, February 16, 2025
Homeહળવદ ટિકર રોડ પર આવેલ માયનોલ નર્મદા કેનાલમાં લોકો દ્વારા હજારો લીટર...
Array

હળવદ ટિકર રોડ પર આવેલ માયનોલ નર્મદા કેનાલમાં લોકો દ્વારા હજારો લીટર પાણી બગાડ.

- Advertisement -
હળવદ ટિકર રોડ પર નર્મદા કેનાલ માં લોકો દ્વારા કેનાલ ગેટ બંધ કરતા હાજરો લિટર પાણી બગાડ કરવામાં આવ્યો છે.ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હળવદ માં ટિકર રોડ પર એસાર પેટ્રોલ  સામે પસાર થતી નર્મદા કેનાલ આધારિત પાણીની કેનાલમાં લોકો દ્વારા કેનાલ ગેટ બંધ કરતા  પાણીનો મોટાપાયે બગાડ થઈ રહ્યો છે.
 મોરબી જિલ્લામાં સમયસર વરસાદ ન થતા હળવદ તાલુકામાં પ્રથમ વારની કરેલી વાવણી ફેલ થઈ થવા જઈ રહી છે. અગાઉ પડેલા થોડા ઘણા વરસાદથી હરખાઈને ખેડૂતોએ હોંશે હોંશે કરેલી વાવણીનો લીલોછમ મોલ મુરઝાઈને સુકાઈ ગયો છે. ત્યારે ખેડૂતો ની ચિંતા જોતા સરકાર દ્વારા અલગ- અલગ બધી કેનાલ પાણી છોડવામાં આવ્યું છે ખેડૂત ને અમૃત સમાન નર્મદા કેનાલ પાણી  નો આજે હળવદ માં પાણી  હજારો લીટર પાણી રોડ પર વેડફાઈ રહ્યું છે. પાણીનો બગાડ છતાં તંત્ર તરફથી ઝડપથી કાર્યવાહી કરવામાં આવી નથી. કેનાલ નું પાણી  નથી પીવામાં કે નથી ખેડૂતો ને મળતું નથી  પાણી તો વેડફાઈ રહ્યું છે અને સાથે સાથે લોકો પણ હેરાન થઈ રહ્યા છે.તાત્કાલિક આવા આવારા તત્વો સામે એક્સન લે તેવી ખેડૂતો માંગ છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular