સુરત : MLA હર્ષ સંઘવીનો રિપોર્ટ પોઝિટિવ,

0
8

શહેરમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ પોઝિટિવ કેસનો આંકડો વધીને 19,825 થયો છે.ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને પણ કોરોના થયો છે. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ધારાસભ્યને કોરોના થયો

મજૂરા વિધાનસભા બેઠકના ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના થયો છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા છે. કોરોના સંક્રમણ વખતે લોકોની સેવામાં સક્રિય રહેલા ધારાસભ્યએ ટ્વિટ દ્વારા માહિતી આપી હતી અને પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન થવા અને ટેસ્ટ કરાવી લેવા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here