ઈન્દોર: ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ નિગમ ઓફિસરોને બેટથી મારવા મુદ્દે દીકરા આકાશનો બચાવ કર્યો હતો. કૈલાશે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને સોમવારે કહ્યું હતું કે, મને લાગે છે કે બંને પક્ષ આકાશ અને નિગમ અધિકારી કાચા ખેલાડીઓ છે. આ મોટો મુદ્દો હતો નહીં પરંતુ તેને મોટો મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે. આ પહેલાં ભોપાલ કોર્ટેથી જામીન મળતા આકાશ 84 કલાક જેલમાં રહ્યા પછી રવિવારે સવારે બહાર આવ્યો હતો.
તેમણે કહ્યું કે, હું કાઉન્સિલર, મેયર અને વિભાગીય મંત્રી રહ્યો છું. અમે વરસાદ દરમિયાન કોઈ પણ રહેણાંક વિસ્તારને ધ્વસ્ત ન કરી શકીએ. મને નથી ખબર કે, સરકાર તરફથી આ વિશે કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો હોય. જો આવુ કરવામાં આવ્યું હોય તો તે એમની ભૂલ છે. જ્યારે કોઈ જર્જરિત ઈમારતને ધ્વસ્ત કરવામાં આવે છે તો તેમાં રહેતા લોકોને પહેલાં કોઈ ધર્મશાળામાં શિફ્ટ કરવામાં આવે છે. અધિકારીઓએ આટલા અંહકારી ન રહેવુ જોઈએ. તેમણે જનપ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ. બંને પક્ષે આ વિશે વાત કરવી જોઈએ. જેથી ફરી આવી ઘટના ન બને.
રવિવારે જામીન પર બહાર આવ્યો આકાશઃ મારઝૂડ મામલે શનિવારે આકાશ વિજયવર્ગીયને ભોપાલની ખાસ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારપછી રવિવારે તે ઈન્દોર જેલમાંથી બહાર નીકળ્યો હતો. આ દરમિયાન આકાશે કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરુ છું કે, મને ફરી વખત બેટિંગ કરવાનો મોકો ન આપે. હવે ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરીશ.
આકાશે નિગમ ઓફિસરને બેટથી માર્યાઃ 26 જૂને નિગમના અધિકારી ઘીરેન્દ્ર બાયસ ટીમ સાથે જર્જરિત બિલ્ડિંગ ધ્વસ્ત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન આકાશ ત્યાં પહોંચ્યો અને તેમણે ટીમને કાર્યવાહી કર્યા વગર પરત જવા કહ્યું. પરંતુ અધિકારીઓએ કાર્યવાહી ચાલુ રાખી અને તેથી આકાશે ટીમને બેટથી માર્યા હતા. શુક્રવારે બાયસની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.