ધારાસભ્યએ કહ્યું- ગર્ભપાત અને સમલૈંગિક લગ્નને લીધે લોકો કોરોનાના શિકાર બન્યા

0
10

પવન મકાન, સીએન 24

જાણે કોરોના વાયરસના કારણે આખું વિશ્વ ઠપ્પ થઈ ગયું છે. મોટી આર્થિક શક્તિ અને સારી મેડિકલ સુવિધાવાળા દેશોએ પણ કોરોના વાયરસ સામે ઘૂંટણ ટેકવી દીધા છે. આખું વિશ્વ આ વાયરસ સામે લાચાર બની ગયું છે. કોરોના વાયરસની હજૂ સુધી કોઈ વેક્સીન શોધાઈ શકી નથી. એવામાં બધાને સાવધાનીના રૂપે ઘરમાં રહેવા, સામાજિક અંતર જાળવી રાખવા કહેવામાં આવ્યું છે અને લોકોને માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે. બધા દેશો કોરોના વાયરસની મહામારીમાંથી બહાર નીકળવા માટે જાતજાતની તરકીબો અપનાવી રહ્યા છે. હવે કોરોના વાયરસે લોકોને વિચારતા કરી મૂક્યા છે. એવામાં મેઘાલયની વિધાનસભામાં કોરોના વાયરસ સંદર્ભે ચર્ચા દરમિયાન એક ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.

મેઘાલયની વિધાનસભામાં શુક્રવારે અજીબોગરીબ નજારો જોવા મળ્યો. ખનામના ધારાસભ્ય એડેલબર્ટ નૉનગ્રમે કોરોના વાયરસને લઈને બેબુનિયાદી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગર્ભપાત અને સમલૈંગિક લગ્નના કારણે લોકો કોરોનાનો શિકાર થઈ રહ્યા છે. ત્યારબાદ સંસદીય કાર્ય મંત્રી પ્રેસટોન ટાયલસોન્ગે આ વિવાદિત નિવેદનને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધું હતું. નોંધનીય છે કે વિધાનસભામાં કોરોના વાયરસના સંક્રમણ પર ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન એડેલબર્ટ નૉનગ્રમે કહ્યું હતું કે ‘આપણે કોરોના વાયરસને સજાની રૂપે જોવો જોઈએ. હકીકતમાં આપણે બધા પાપી માણસો છીએ. પાખંડ, ગર્ભપાત, સમલૈંગિક લગ્નો દુનિયાના દરેક ખૂણે થઈ રહ્યા છે. આપણે આ વાયરસથી ડરવાની જરૂર છે. આ કોઈ અદૃશ્ય દુશ્મન વિરુદ્વની લડાઈ નથી પરંતુ, વિશ્વાસની વિરુદ્વમાં લડાઈ છે.

આ બધી વાતો કહ્યા બાદ એડેલબર્ટ નૉનગ્રમે સ્પીકર પાસે બાઈબલના કેટલાક ભાગ વાંચવાની પરવાનગી માંગી. જ્યાં સુધી સ્પીકર તેમને પરવાનગી આપે તે પહેલા જ તેઓ વેલ સામે ઘૂંટણના બળે જમીન પર બેસી ગયા. સ્પીકરે તેમને ના પાડી ત્યારબાદ તેઓ પોતાની સીટ પર પાછા બેસી ગયા અને કહ્યું કે કોઈ પણ કાયદો ઈશ્વરના કાયદાથી મોટો નથી. ત્યારબાદ ધારાસભ્યે બીજા સભ્યોને તેમની સાથે બાઈબલની કેટલીક લાઈનો વાંચવા કહ્યું, ‘હે ભગવાન અમારા પર દયા કરો, અમને માફ કરી દો.’

મેઘાલયમાં અત્યાર સુધી કોરોના વાયરસના 14 કેસ સામે આવ્યા છે તેમાંથી 12 લોકો સજા થઈ ચૂક્યા છે જ્યારે, આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવીને 1 વ્યક્તિનું મોત થઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here