બનાસકાંઠા : પાલનપુર : ખેમાણા ટોલટેક્ષ ઉપર ખેડૂતો અને લોકો સાથે ધારાસભ્યો ધરણા પર

0
10

બનાસકાંઠા જિલ્લાના ખેમાણા ટોલપ્લાઝા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ રોડ પર આવ્યા હતા. સ્થાનિકો સહીત પાલનપુર અને દાંતાના ધારાસભ્ય ખેમાણા ટોલ પ્લાઝા પર પહોંચી હાઇવે ઓથોરિટી સાથે વાત ચીત કરી ફાસ્ટેગનો નિયમ રદ કરવા માંગ કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોને ફાસ્ટેગનો નિયમ લાગુ કરાયો છે. જેને લઇ હવે ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોમાં ફાસ્ટ ટેગ લગાવવુ જરુરી બન્યુ છે અને ફાસ્ટ ટેગ દ્વારા ઓનલાઇન ટેક્સ કરાયો છે. જેને લઈ ટોલ પ્લાઝા આસપાસના ગામોના લોકોને ટોલ પ્લાઝા પરથી પસાર થવામાં પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે જેને લઈ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ટોલ પ્લાઝા આસપાસના વિસ્તારના ગ્રામજનોને પડતી હાલાકીને લઇ ગ્રામજનો પાલનપુર ધારાસભ્ય સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

જિલ્લા કલેક્ટરને ફાસ્ટેગનો નિયમ રદ કરવા આવેદન પાઠવી રજુઆત કરાઈ હતી અને જો નિયમ રદ નહીં થાય તો બે દિવસમાં ગાંધીજી માર્ગે છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે આવેદન પાઠવી એના બીજા દિવસે જ ગ્રામજનો સહીત પાલનપુર અને દાંતાના ધારાસભ્યો ખેમાણા ટોલપ્લાઝા નજીક પહોચતા સ્થાનિકોનું આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તેને લઈ સઘન સુરક્ષા અર્થે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ટોલપ્લાઝા નજીક ગોઠવી દેવાયો હતો.

ટોલ પ્લાઝા પર પહોંચેલા સ્થાનિકો અને ધારાસભ્યોએ રોડ પર જ ધરણા કરી દીધા હતા. જોકે સમયસૂચકતા દાખવી હાઇવે ઓથોરિટીના અધિકારી સ્થળ પર પહોંચી જતા ધારાસભ્યો અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત બાદ હાઇવે ઓથોરિટીએ આગામી દિવસોમાં સ્થાનિકોને હાલાકીનો અંત લાવવાની બાંહેધરી આપતાં આંદોલન સમેટાયું હતું.જોકે સ્થાનિકોને હાલાકીનો અંત આવે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here