બિહારમાં મોબ લિન્ચિંગ : છપરામાં પશુ ચોરીની આશંકામાં ત્રણની હત્યા

0
0

બિહારમાં મોબ લિન્ચિંગના અહેવાલ આવી રહ્યા છે. છપરાના બનિયાપુર વિસ્તારમાં ભીડે શુક્રવારે ત્રણ લોકોને પશુ ચોરીના આરોપમાં ઢોર માર મારી હત્યા કરી દીધી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. મામલામાં પોલીસ તપાસ ચાલી રહી છે. ત્રણેય મૃતકની ઓળખ થઈ ગઈ છે, જેમના નામ રાજૂ કુમાર, દિનેશ કુમાર અને મોહમ્મદ નૌશાદ છે. આ ત્રણેય નજીકના ગામ પૈગંબરપુર અને કન્હૌલીના રહેવાસી છે. નોંધનીય છે કે, ગુરુવારે મધ્ય પ્રદેશના નીમચમાં પણ ભીડે બકરી ચોરીના આરોપમાં ત્રણ લોકોની ક્રૂરતાથી મારઝૂડ કરી હતી.

મળતી જાણકારી મુજબ, સ્થાનિક લોકોએ પશુ ચોરીના આશંકા માત્રથી શુક્રવારની સવારે ત્રણ લોકોની મારી-મારીને હત્યા કરી દીધી. કહેવાય છે કે સ્થાનિક લોકોને પશુ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેઓએ મામલામાં કોઈ પૂરતી માહિતી મેળવ્યા વગર આ લોકો સાથે મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું જેના કારણે તેમનું મોત થયું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે. બીજી તરફ મૃતકોના પરિવારો આ ઘટનાથી ઘેરા આઘાતમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here