મમતા સરકાર આકરા પાણીએ, મોબ લિંચિંગના દોષિતોને આજીવન કેદ

0
21

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકાર મોબ લિંચિંગ વિરૂદ્ધ નવો કાયદો લાવી રહી છે. વિધાનસભામાં આજે રજુ કરવામાં આવેલા આ નવા વિધેકમાં મોબ લિંચિંગ વિરૂદ્ધ આકરી જોગવાઈ લાગુ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. પશ્ચિમ બંગાળ (પ્રિવેંશન ઓફ લિંચિંગ) વિધેયક, 2019 રાજ્યની વિધાનસભામાં આજે રજુ કરવામાં આવ્યું.

નવી જોગવાઈ અંગર્ગત ભીડને ભડકાવવા માટે આજીવન કારાવાસની મહત્તમ સજાની જોગવાઈ કરવામાં આવી છે. લિંચિંગ વિરૂદ્ધ કાયદો બનાવનાર રાજસ્થાન અને મણિપુર બાદ પશ્ચિમ બંગાળ ત્રીજુ રાજ્ય બન્યું છે. આ કાયદા વિરૂદ્ધ એ લોકોને સજા આપવાની જોગવાઈ છે જે લિંચિંગ માટે ષડયંત્ર રચે છે. તેવી જ રીતે એ લોકોને પણ આકરી સાજાની જોગવાઈ છે જે લિંચિંગમાં શામેલ હોય.

17 જુલાઈ, 2018ના રોજ સુપ્રીમ ક ઓર્ટે મોબ લિંચિંગ વિરૂદ્ધ નિર્ણય સંભળાવ્યો હતો. વડી અદાલતે તમામ રાજ્યોને કાયદો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. વર્ષ 2018ના અંતમાં જ મણિપુર સરકારે મોબ લિંચિંગ વિરૂદ્ધ કાયદો ઘડ્યો હતો. મણિપુર બાદ રાજસ્થાન સરકારે આ દિશામાં આગળ વધતા કાયદો બનાવ્યો હતો.

રાજસ્થાનમાં હવેથી ઉન્માદી હિંસાની ઘટનામાં પીડિતના મોતને લઈને દોષિતોને આજીવન કેદ અને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. જ્યારે પીડિત ગંભીર રીતે ઘાયલ થાય ત્તો દોષિતને 10 વર્ષ અને 50 હજારથી 3 લાખ સુધીની સજાની જોગવાની કરવામાં આવી છે,

ઉન્માદી હિંસામાં કોઈ પણ પ્રકારે મદદ કરનાર તમામને પણ સજા સંભળાવવામાં આવશે. રાજ્યમાં વધતીએ જતી હિંસાની ઘટનાઓ અટકાવવા રાજ્યની અશોક ગહેલોત સરકારે છ ઓગષ્ટે વિધાનસભામાં ‘રાજસ્થાન લિંચિંગ સંરક્ષણ વિધેયક-2019’માં રજુ કરવામાં આવ્યું હતું, જે પસાર થઈ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here