સુરત : ઉધના ભીમનગરમાં ચપ્પુના ઘા ઝીંકી મોબાઈલ અને બાઈક લૂંટનારો વિજય શિંદે ઝડપાયો

0
0

ચપ્પુના ઘા ઝીંકી મોબાઈલ ફોનની લૂંટ કરનારા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી એક છરો, બાઈક મળી કુલ 60 હજારની મત્તા કબજે કરાઈ છે. પોલીસની કડક પૂછપરછમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો

ડીસીબી પોલીસે બાતમીના આધારે ઉધના ભીમનગર એસ.એમ.સી.આવાસમાં રહેતા આરોપી વિજય સદુ શિંદેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક છરો, લુટ કરેલો મોબાઈલ અને એક બાઈક મળી કુલ 60 હજારની મત્તા કબજે કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ગત 8-12-2020ના રોજ તેના બહેનના દીકરા નરેશ શિંદે સાથે તે કામ પૂરું કરી ઉધના પાસેથી પસાર થઇ રહ્યો હતો.

પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લીધો

તે વેળાએ રાતે 8 વાગ્યે એક ઇસમ મોબાઈલ ફોન પર વાત કરતા જતો હતો તેનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો. જો કે યુવકે તેનો કોલર પકડી લીધો હતો જેથી તેને ચપ્પુ મારી મોબાઈલ ફોનની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવને લઈને ઉધના પોલીસ મથકમાં લુટનો ગુનો પણ નોંધાયો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here