બેદરકારી : મોડાસા માથાસુલીયા પ્રાથમિક શાળાના બાળકોના માથે મોતનું જોખમ: પાણીની ટાંકી જર્જરિત હાલતમાં

0
26

મોડાસા: મોડાસા તાલુકાના માથાસુલીયા ગ્રામજનોને પૂરું પડતા પીવાના પાણીની ટાંકી વર્ષો જૂની હોવાથી જર્જરિત થઈ ગઈ છે. માથાસુલીયા પ્રાથમિક શાળાના પ્રવેશદ્વાર નજીક અને મેદાન પાસે પાણીની જર્જરિત ટાંકીથી શાળામાં અભ્યાસ કરતા બાળકોના માથે મોત નો ભય તોળાઈ રહ્યો છે. ગ્રામપંચાયત અને જવાબદાર તંત્ર દ્વારા જર્જરિત પાણીની ટાંકીથી શાળાના બાળકોનો કે ગ્રામજનો માટે ગમે તે ઘડીએ મોત બની ત્રાટકે તે પહેલા ઉતારી લેવામાં આવેની માંગ ઉઠી છે.

માથાસુલીયા પ્રાથમિક શાળામાં 150થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાના પ્રવેશદ્વાર નજીક અને બાળકોના રમત મેદાન નજીક ગ્રામજનોને પુરા પડતા પાણીના જથ્થાના સંગ્રહ માટે બનાવેલી પાણીની ટાંકી વર્ષો જૂની હોવાથી ગમે તે સમયે ફાટી જાય તો બાળકો માટે મોટી હોનારત સર્જી શકે છે. પાણીની ટાંકીના પાયા સાવ ખવાઈ ગયા છે, તેમજ ઉભા કરેલા વર્ષો જૂના સિમેન્ટ કોંક્રિટના બિંબમાં પણ હાલ સળિયા કટાઈ ગયેલી હાલતમાં બહાર દેખાવા લાગ્યા છે. પાણીની ટાંકી પડુ પડુ થઇ રહી છે. વરસાદમાં ટાંકી ધરાશાયી થાય તો જાનહાની થાય તો જવાબદારી કોની રહેશે…?

શાળાઓમાં અભ્યાસ અર્થે જતા બાળકો કે ગ્રામજનો ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે. માથાસુલીયા પ્રાથમિક શાળા નજીકથી જોખમી વીજ તાર હટાવવા પણ વીજતંત્ર માં રજુઆત કરી હોવા છતાં વીજતંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું છે.

પંચાયત કચેરીમાં રજૂઆત કરી હોવા છતા કોઇ જવાબ ના મળ્યો
માથાસુલીયા ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈના જણાવ્યા અનુસાર, પાણીની ટાંકી જર્જરિત અવસ્થા હોવાથી 2 વર્ષ અગાઉ તાલુકા પંચાયત કચેરીમાં રજૂઆત કરી હતી પણ કોઈ જવાબ મળ્યો ન મળ્યો હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here