મોડલ પૂનમ પાંડેએ 17 વર્ષ મોટા પ્રેમી સેમ બોમ્બે સાથે લગ્ન કર્યાં

0
11

એક્ટર-મોડલ પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યાં હતા. બંનેએ લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શૅર કરી હતી. પૂનમ પાંડે 29 વર્ષની છે અને તેનો પતિ સેમ 46 વર્ષનો છે, એટલે કે બંને વચ્ચે ઉંમરમાં 17 વર્ષનું અંતર છે. સેમ અહેમદ બોમ્બે ફિલ્મ ડિરેક્ટર છે.

પૂનમે વેડિંગ તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘હું સાત જન્મ તારી સાથે વીતાવવા માગું છું.’ પૂનમ પાંડે એમ્બ્રોડરી લહેંગા સાથે કલીરેમાં જોવા મળી હતી. પૂનમ તથા સેમે વેડિંગ આઉટફીટમાં કલર કોમ્બિનેશન કર્યું હતું.

પૂનમે ફેરા ફરતાં સમયની તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે હાર્ટ ઈમોજી કેપ્શનમાં મૂક્યું હતું.

પૂનમે મહેંદી સેરેમનીની તસવીર પણ શૅર કરી હતી. પેસ્ટલ ગ્રીન લહેંગા સાથે જેકેટ કૅરી કર્યું હતું. હાથમાં મહેંદી મૂકેલી હતી અને સેમ બ્લેક શેરવાનીમાં જોવા મળ્યો હતો. સેમના હાથમાં શેમ્પેનની બોટલ હતી.

પૂનમ તથા સેમ લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે. તેઓ અવાર-નવાર પોતાની તસવીરો તથા વીડિયો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરતા હતા. તસવીરોમાં બંને ઘણાં જ બોલ્ડ અંદાજમાં જોવા મળ્યા હતા.

પૂનમ તથા સેમે જુલાઈમાં સગાઈ કરી હતી. પૂનમના કરિયરની વાત કરીએ તો તેણે ફિલ્મ ‘નશા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, બોલિવૂડમાં પૂનમ સફળ ના રહી પરંતુ તે પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં પૂનમે ઈન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપ જીતે તો ન્યૂડ થવાની જાહેરાત કરીને ચર્ચામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here