Saturday, August 20, 2022
Homeમોડર્ના વેક્સિન કંપની સાઇબર હુમલાનો શિકાર બની, નેધરલેન્ડમાં ક્રિસમસ પહેલાં પાંચ સપ્તાહનું...
Array

મોડર્ના વેક્સિન કંપની સાઇબર હુમલાનો શિકાર બની, નેધરલેન્ડમાં ક્રિસમસ પહેલાં પાંચ સપ્તાહનું લોકડાઉન

- Advertisement -

વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 7.31 કરોડને પાર થઈ ગઈ છે. 5 કરોડ 13 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યારસુધીમાં 16 લાખ 27 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. વિશ્વના ઘણા દેશોમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે. દરમિયાન વેક્સિન કંપનીઓ પર સાઇબર હુમલાનું જોખમ સામે આવી રહ્યું છે. મોડર્ના વેક્સિન કંપની આનો શિકાર બની છે. કંપનીએ જ જાતે જ એની પુષ્ટિ કરી છે.

મોડર્ના પર સાઇબર હુમલો
મોડર્ના વેક્સિન કંપનીએ સોમવારે સ્વીકાર્યું હતું કે એના કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો સાઇબર હુમલામાં ચોરાઈ ગયા છે. ખાસ વાત એ છે કે કંપનીને એના વિશે જ ખબર ન હતી. કંપનીને આ બાબતે યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) દ્વારા પ્રથમ માહિતી આપવામાં આવી હતી. ‘ધ ગાર્ડિયન’ ના એક અહેવાલ મુજબ, આ ડૉક્યુમેન્ટસ ત્યારના છે જ્યારે કંપનીની મંજૂરી માટે સરકારો પાસે ડૉક્યુમેન્ટસ મોકલી રહી હતી. આ દરમિયાન ડૉક્યુમેન્ટસની ચોરી થઈ.

EMA દ્વારા માહિતી પ્રદાન કરવી પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે નિયમનકારી એજન્સી છે, જે યુરોપિયન દેશોમાં વેક્સિનને મંજૂરી આપનારી રેગ્યુલેટરી એજન્સી છે. તેને ઘણા મહિના પહેલાં જ એવી આશંકા હતી કે કેટલીક કંપનીઓની વેક્સિનના ડેટાને એક્સેસ કરી શકાય છે. એવું કહેવામાં આવે છે કે ફાઇઝર અને બાયોએન્ટેક કંપની પર પણ સાઇબર હુમલાના અનેક નિષ્ફળ પ્રયાસો થયા હતા.

નેધરલેન્ડ્સમાં ફિક્કું રહેશે ક્રિસમસ
નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટે દેશમાં પાંચ સપ્તાહના કડક લોકડાઉનની જાહેરાત કરી છે. રૂટે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કોરોના વાઇરસને રોકવા માટે આના કરતાં કોઈ અન્ય વધુ અસરકારક ઉપાય નથી. તેમણે હતું કહ્યું- અમે કડક લોકડાઉન લગાવવા જઈ રહ્યા છીએ. આ સમયગાળા દરમિયાન શાળાઓ, દુકાનો, સંગ્રહાલયો અને જિમ બંધ રહેશે. 19 જાન્યુઆરી પહેલાં કોઈપણ પ્રકારની રાહતની અપેક્ષા નથી. અમે ઇચ્છીએ છીએ કે ભવિષ્યમાં પરિસ્થિતિ વિનાશક બનતા અટકાવવામાં આવે અને આ માટે કડક પગલાં ભરવા જ પડશે.

એ જ સમયે, જ્યારે માર્ક લોકડાઉનની ઘોષણા કરી રહ્યા હતા ત્યારે તેમની ઓફિસની બહાર હજારો પ્રદર્શનકારો કડકાઈના વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો કરી રહ્યા હતા. સરકારે કહ્યું હતું કે કોઈપણ ઘરમાં વધુમાં વધુ બે મહેમાન જ આવી શકશે અને આ માટે સ્થાનિક અધિકારીઓને પણ જાણ કરવી પડશે. જોકે માનવામાં આવે છે કે સરકાર 24થી 26 ડિસેમ્બર દરમિયાન થોડી રાહત આપી શકે છે.

નેધરલેન્ડ્સના હેગ શહેરમાં તહેનાત એક પોલીસકર્મી. અહીં સરકારે પાંચ સપ્તાહના કડક લોકડાઉનની જાહેરાત કરી છે. માનવામાં આવે છે કે 24થી 26 ડિસેમ્બર સુધી થોડી રાહત મળી શકે છે, કારણ કે આ સમય દરમિયાન ક્રિસમસ હશે.

કેલિફોર્નિયામાં પરિસ્થિતિ ખરાબ છે
અમેરિકાના કેલિફોર્નિયામાં સંક્રમણ લાગવાને કારણે સ્થિતિ વધુ વણસી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં રાજ્યની એક હોસ્પિટલના આઈસીયુમાં લોકોને ભરતી કરવા માટે કોઈ બેડ ઉપલબ્ધ રહેશે નહીં. કેટલીક હોસ્પિટલોમાં જગ્યા ભરાઈ ગઈ છે. ‘ધ ગાર્ડિયન’ના એક અહેવાલ મુજબ, કેલિફોર્નિયાની હોસ્પિટલોમાં હાલમાં ફક્ત 1.5 ટકા બેડ જ ખાલી છે.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશની પરિસ્થિતિ

દેશ કેસ મૃત્યુ સાજા થયા
અમેરિકા 9,871,663 308,089 16,942,822
ભારત 9,906,507 143,746 9,421,832
બ્રાઝિલ 6,929,409 181,945 6,016,085
રશિયા 2,681,256 47,391 2,124,797
ફ્રાન્સ 2,379,915 58,282 177,647
બ્રિટન 1,869,666 64,402 ઉપલબ્ધ નથી
તુર્કી 1,866,345 16,646 1,631,944
ઈટલી 1,855,737 65,011 1,115,617
સ્પેન 1,762,036 48,013 ઉપલબ્ધ નથી
આર્જેંન્ટીના 1,503,222 41,041 1,340,120
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular