Saturday, September 25, 2021
Homeમોદી અને મમતાની મુલાકાત : વડાપ્રધાનને મળવા પહોંચ્યાં બંગાળનાં CM
Array

મોદી અને મમતાની મુલાકાત : વડાપ્રધાનને મળવા પહોંચ્યાં બંગાળનાં CM

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 દિવસ માટે દિલ્હી મુલાકાતે આવ્યાં છે. તેઓ મંગળવારે અંદાજે 4 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા પહોંચ્યાં હતાં. બંગાળમાં ત્રીજી વાર સત્તા પર કબજો મેળવ્યા પછી મમતાની આ પહેલી વખત વડાપ્રધાન સાથે મુલાકાત થઈ રહી છે. ત્યાર પછી મમતા બુધવારે ટીએમસી સાંસદો સાથે પણ મુલાકાત કરશે. આ પહેલાં બંગાળ CM કોંગ્રેસનેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને પણ મળ્યાં હતાં. બંને વચ્ચે ઘણીવાર સુધી વાતચીત ચાલી હતી. ત્યાર પછી તેમણે કોંગ્રેસના વધુ એક સિનિયર નેતા આનંદ શર્મા સાથે પણ મુલાકાત કરી હતી.

આ પહેલાં 28 મેના રોજ મળ્યાં હતાં મમતા-મોદી
28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાસ વાવાઝોડાથી પ્રભાવિત ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત માટે ગયા હતા. ઓડિશામાં મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે બેઠક પછી તેમણે બંગાળના પશ્ચિમી મેદિનીપુર જિલ્લામાં કલાઈકુંડામાં બપોરે 2 વાગે રિવ્યૂ મીટિંગ રાખી હતી. એમાં રાજ્યપાલ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા હતા, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીની ખુરશી ખાલી હતી. મોદીએ અંદાજે 30 મીનિટ સુધી તેમની રાહ જોઈ હતી. ત્યાર પછી મમતા બેનર્જી આવ્યાં અને નુકસાનનો પ્રાઈમરી રિપોર્ટ સોંપીને મીટિંગમાં હાજર રહ્યા વગર જતા રહ્યા હતા. મમતા શુભેન્દુ અધિકારીને બેઠકમાં બોલાવ્યા હોવાથી નારાજ હતા.

કાલે રાષ્ટ્રપતિને મળી શકે છે મમતા
તૃણમૂલ કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, મમતા આજે અભિષેક મનુ સિંઘવી સહિત અન્ય વિપક્ષના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મમતા બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળે એવી શક્યતા છે. ત્યાર પછી મમતા સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળવા જાય એવી શક્યતા છે.

બંગાળ ચૂંટણી પણ પછી પહેલીવાર મોદી-મમતાની મુલાકાત
માર્ચ-એપ્રિલમાં થયેલી બંગાળ ચૂંટણી પછી મમતા અને મોદી પહેલીવાર આમને સામને મળી રહ્યાં છે. વધુ એક ખાસ વાત એ છે કે મમતાની મોદી સાથે મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે મમતા પેગાસસ જાસૂસી વિવાદ અને મીડિયા હાઉસ પર દરોડા જેવા મુદ્દાઓ વિશે કેન્દ્ર સરકાર પર હુમલા થઈ રહ્યા છે.

સૌથી પહેલાં જર્નલિસ્ટને મળ્યાં મમતા
સોમવારે દિલ્હી પહોંચ્યાં પછી મમતાએ પહેલી મુલાકાત પત્રકાર વિનીત નારાયણ સાથે કરી હતી, જેમણે 1996માં જૈન હવાલાકૌભાંડ મામલે એક પુસ્તક લખ્યું હતું. તાજેતરમાં મમતાએ આરોપ લગાવ્યો હતો કે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ કૌભાંડના કથિત લાભાર્થીઓમાંથી એક છે. જોકે તેમણે આ દાવો નકાર્યો છે.

ત્રીજા મોરચાનો ચહેરો બનવા માંગે છે દીદી
TMC ચીફ 2024માં થનારી લોકસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય સ્તર પર મોટી ભૂમિકા નિભાવવાની તૈયારીમાં છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજીવાર જીત મેળવ્યા પછી મમતા બેનર્જીની આ પ્રથમ દિલ્હી મુલાકાત છે. રાજકીય ક્ષેત્રે ચર્ચા છે કે મમતા પોતાને ત્રીજા મોરચાના ચહેરા તરીકે જોવા માગે છે.

દિલ્હી મુલાકાતમાં વિપક્ષને એકજૂથ કરવાનો પ્રયત્ન
મમતાની દિલ્હી મુલાકાતને રાષ્ટ્રીય રાજનીતિમાં તેમનું કદ વધારવાના પ્રયત્ન તરીકે જોવામાં આવે છે. એ સાથે જ માનવામાં આવે છે કે મમતા છૂટા પડેલા વિપક્ષને બીજેપી સામે એકજૂથ કરવા માગે છે. તાજેતરમાં થયેલી બંગાળ ચૂંટણીમાં બીજેપી સામે ટીએમસીની જીતને ધ્યાનમાં રાખીને પણ મમતાની દિલ્હી મુલાકાત વિશે ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments