મોદી જિનપિંગને પૂછે કે ડોકલામ કયારે ખાલી કરો છો? કોંગ્રેસ

0
22

નવી દિલ્હી તા.12
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ જીનપિંગ વચ્ચેની શિખર બેઠકનાં પગલે કોંગ્રેસે મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે મોદીજી, ચીનને 56 ઈંચની છાતી દેખાડી, આંખોમાં આંખ મેળવી પૂછો કે ડોકલામમાંથી કયારે ચીન હટે છે? કોંગ્રેસ પ્રવકતા ગૌરવ વલ્લભે એ પણ જણાવ્યું હતુ કે વડાપ્રધાન મોદીએ જિનપીંગ પાસે એ સ્પષ્ટ કરાવી દેવુ જોઈએ કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે.


કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ટવીટ કર્યું હતું કે જિનપીંગ કલમ 37 પર ઈમરાનખાનનું સમર્થન કરે છે. એવામાં મોદીજી મહાલ્લમપુરમમાં તેમની આંખોમાં આંખો મેળવીને કહેવુ જોઈએ પીઓકેમાં આપના કબજાવાળી 5000 કિલોમીટર જમીન ખાલી કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here