ટ્રિપલ તલાકને લઇ PM મોદીએ ફ્રાન્સની ધરતી પરથી દુનિયાને આપી દીધો મોટો સંદેશો

0
0

જી-7 સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભારે જીત બાદ પીએમ મોદીએ પહેલી વખત પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા. આ દરમ્યાન તેમણે પોતાના આવનારા પાંચ વર્ષના વિઝનને આગળ મૂકયું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસમાં પોતાના સંબોધનની શરૂઆત સ્થાનિક ભાષામાં કરી. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સની દોસ્તી અતૂટ છે, એવા કોઇ નિર્ણય નથી જ્યાં બંને દેશોએ એકબીજાનું સમર્થન ના કર્યું હોય. સારી મિત્રતાનો મતલબ છે કે આ સુખદુખમાં એકબીજાનો સાથ આપે. ભારતમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમને ઓળખનારાની સંખ્યા અહીંયા કરતાં તો વધુ ભારતમાં છે. ફ્રાન્સે જ્યારે ફૂટબોલનો વર્લ્ડકપ જીત્યો તો ભારતમાં પણ જશ્ન મનાવ્યો હતો.

પેરિસમાં પીએમ મોદીએ કહ્યું કે અમે દેશની કેટલીય કુરીતિઓને રેડ કાર્ડ આપ્યું છે, ભ્રષ્ટાચાર પર પણ એકશન થઇ રહ્યું છે. અમે ત્યાં જઇએ છીએ, જ્યાં યોગ્ય જગ્યા હોય છે. વડાપ્રધાને કહ્યું કે આજે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, ભાઇ-ભત્રીજાવાદ, પરિવારવાદ પર એકશન થઇ રહ્યું છે, પ્રજાના પૈસાની લૂંટ અને આતંકવાદ પર લગામ કસી રહ્યા છે.

PM મોદીએ મુસ્લિમ-બહેન દીકરીઓને મળ્યો સમાનતાનો હક

પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે ટ્રિપલ તલાકને ખત્મ કરી, નવા ભારતમાં થોભવાનો સવાલ જ નથી. અમારી સરકારને હજુ 75 દિવસ જ થયા છે, મુસ્લિમ બહેન-દીકરીઓની સાથે પહેલાં દેશમાં ટ્રિપલ તલાક જેવી કુપ્રથા થતી હતી. પરંતુ અમે આ કુપ્રથાને ખત્મ કરી દીધી અને મહિલાઓને સમાનતાનો હક આપ્યો.

વડાપ્રધાને કહ્યું કે નવી સરકાર બનતા જ જળ શક્તિ માટે એક નવું મંત્રાલય બનાવામાં આવ્યું, જે પાણીથી સંબંધિત તમામ વિષયોને હોલિસ્ટિકલી જોશે. ગરીબ ખેડૂતો અને વેપારીઓને પેન્શનની સુવિધા મળી તેનો પણ નિર્ણય લેવાયો. ટ્રિપલ તલાકની અમાનવયી કુરીતિને ખત્મ કરી દીધી છે. તેમણે કહ્યું કે આખી દુનિયામાં એક નક્કી સમયમાં સૌથી વધુ બેન્ક એકાઉન્ટ જો કોઇ દેશમાં ખૂલ્યા છે તો તે ભારત છે. આખી દુનિયાની જો આજે સૌથી મોટી હેલ્થ ઇન્શયોરન્સ સ્કીમ કોઇ દેશમાં ચાલી રહી છે તો તે ભારત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here