મોદીએ કરી બતાવ્યું : જ્યાં NRC મુદ્દે ભારેલો અગ્નિની સ્થિતિ હતી ત્યાંજ હવે આ કારણે દિવાળી જેવો માહોલ

0
14

આસામમાં હજુ થોડા દિવસો પહેલા નાગરિકતા કાયદાને લઇને એટલો ઉગ્ર વિરોધ હતો કે વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ શિન્જો આબે સાથેનું શિખર સંમેલન પણ રદ્દ કરવાની ફરજ પડી હતી. પરંતુ બોડો ઉગ્રવાદીઓ સાથેના ઐતિહાસિક કરારે સમગ્ર આસામની તસવીર બદલી નાંખી છે.

બોડો કરાર કેટલો મહત્વનો છે એ વાતનો ખ્યાલ એના પરથી આવી શકે કે પીએમ મોદીની આસામ મુલાકાતને લઇને કોકરાઝારના લોકોએ તેમના મુખ્ય માર્ગો અને ગલીઓમાં માટીના દીવડાઓ પ્રગટાવી ખુશી વ્યક્ત કરી. જેના કારણે આસામમાં હાલ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. અંદાજે 70 હજાર દીવડાઓના ઝગમગાટથી સમગ્ર કોકરાઝાર ઝળકી ઉઠ્યું.

દેશમાં નાગરિકતા કાયદો લાગુ થયા બાદ અને એનઆરસીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પીએમ મોદી પ્રથમ વખત પૂર્વોત્તરના કોઇ રાજ્યની મુલાકાતે છે. આથી કોકરાઝારના લોકોએ પીએમ મોદીના સ્વાગતમાં દીવડાઓ પ્રગટાવી ખુશી વ્યક્ત કરી છે. મુખ્ય રસ્તા હોય કે પછી ગલીઓ હોય જ્યાં નજર કરો ત્યાં ઠેરઠેર દીવડાઓ જોવા મળ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here