Thursday, October 28, 2021
Homeમોદી સરકારે LICને પણ વેચવા કાઢી, IPO થકી હિસ્સો વેચશે
Array

મોદી સરકારે LICને પણ વેચવા કાઢી, IPO થકી હિસ્સો વેચશે

મોદી સરકારના આગામી રિફોર્મના અંતર્ગત જાહેર ક્ષેત્રની ઈન્સ્યોરન્સ કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન લિસ્ટિંગ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. લાઈફ ઈન્સ્યોરન્સ માર્કેટમાં એલઆઈસી બે- તૃત્યાંશ જેટલો હિસ્સો ધરાવે છે. હાલ એલઆઈસીને લિસ્ટિંગ કરવાની ચર્ચા પ્રાથમિક તબક્કે ચાલી રહી છે. જાહેર ક્ષેત્રની આ વીમા કંપનીના લિસ્ટેિંગ માટે સરકારે એલઆઇસીના કાયદામાં સુધારા-વધારા કરવા પડશે અને તેને રાજ્યસભા અને લોકસભામાંથી પાસ કરવાની ફરજ પડશે.

નોંધનીય છે કે, સરકારની માલિકીની સૌથી વધારે નફો કરતી કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનને પણ વેચવા કાઢી છે. આ અગાઉ મોદી સરકારે રેલવેની ત્રણ કે ચાર કંપનીઓનો આઈપીઓ લાવવાની યોજના બનાવી દીધી છે. સરકારની સૌથી વધારે નફો કરતી કંપનીઓમાં એલઆઈસીનો સમાવેશ થાય છે અને મોદી સરકાર હવે તેનો આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે.

લિસ્ટિંગ માટે સરકાર એલઆઈસી એક્ટમાં સુધારો અને કાયદાકીય અભિપ્રાય લઈ રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ અને ડીએફએસ વીમા કંપનીઓને લિસ્ટિંગ કરવા માટે વિવિધ માર્ગ સોધી રહ્યા છે. એલઆઈસીને લિસ્ટિંગ કરવુએ મોદી સરકારના લાંબા ગાળાના એજન્ડામાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્સ્યોરન્સ સેક્ટરમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ, એસબીઆઈ ઈન્સ્યોરન્સ, જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ પહેલાથી શેરબજાર ખાતે લિસ્ટેડ છે. સરકારની માલિકીની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન જૂનમાં પ્રીમિયમ ક્લેક્શન રૂ.ર૬,૦૩૦.૧૬ કરોડ થયુ છે જ્યારે અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં પ્રીમિયમ ક્લેક્શન રૂ.૧૧,૧૬૭.૮ર કરોડ થયુ હતું.

ઈન્સ્યોરન્સ ક્ષેત્રના બજારમાં એલઆઈસી ૭૪ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે બાકીની ર૩ ખાનગી ઈન્સ્યોરન્સ કંપનીઓ ર૬ ટકા હિસ્સો ધરાવે છે. એલઆઈસીએ જૂનમાં ૧૩.૩ર લાખ પોલિસીનું વેચાણ કરીને રૂ.રપ,૦૦૦ કરોડ એક્ત્ર કર્યા છે. ખાનગી ક્ષેત્રની ઈન્સ્યોરન્સ કંપનીઓનો ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ૧૪.૧૦ ટકા વધીને રૂ.૬ર૧૧.૧૭ કરોડ થયુ છે તેની તુલનાએ અગાઉના વર્ષે રૂ.પ૪૪૩.૭પ કરોડ ઈન્સ્યોરન્સ એક્ત્ર કરવામાં આવ્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments