Saturday, June 3, 2023
Homeટોપ ન્યૂઝઆજે મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે, આ 'નિષ્ફળતાના 9 વર્ષ'...

આજે મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે, આ ‘નિષ્ફળતાના 9 વર્ષ’ છે: રાહુલ ગાંધી

- Advertisement -

મોદી સરકારે આજે કેન્દ્રમાં પોતાના 9 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર સરકાર પોતાની સિદ્ધિઓ ગણાવી રહી છે. છેલ્લા 9 વર્ષમાં સરકારે કેવી રીતે મોટા નિર્ણયો લીધા અને લોકો માટે શું કર્યું તેની વાતો ભાજપ કરી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા તેને 9 વર્ષની નિષ્ફળતા ગણાવવામાં આવી રહી છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમાં મોદી સરકારના નવ વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે બેરોજગારીથી લઈને મોંઘવારી અને અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી અને કહ્યું છે કે દુર્દશાના 9 વર્ષ પૂરા થઈ ગયા છે.

કોંગ્રેસે કરેલા ટ્વીટમાં લખ્યું હતું કે “આજે મોદી સરકારે 9 વર્ષ પૂરા કર્યા છે. આ ‘નિષ્ફળતાના 9 વર્ષ’ છે. દેશના 9 વર્ષ દુર્દશાના છે. આ 9 વર્ષમાં લોકોને મોંઘવારી, બેરોજગારી અને સરમુખત્યારશાહી નિર્ણયોનો ભોગ બનવું પડ્યું છે. જુમલાઓના દમ પર સત્તામાં આવેલી મોદી સરકારે પોતાનું એક પણ વચન પૂરું કર્યું નથી. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા, 2022 સુધીમાં બધાને ઘર આપવાનું વચન, બ્લેક મની પાછું લાવીને 15 લાખ આપવાનું વચન, દર વર્ષે 2 કરોડ નોકરીઓનું વચન પરંતુ આ એક પણ વચન પુરા થતા નથી. તેમના જુમલા ગણવા બેસીએ તો અનેક દિવસો વીતી જાય છે.

કોંગ્રેસે કહ્યું હતું કે પીએમ મોદીએ પોતાના વચનો પુરા કર્યા નથી. તેમણે પોતાની અજ્ઞાનતાના કારણે દેશને મુશ્કેલીમાં મૂક્યો હતો. નોટબંધીએ અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી. લોકો બેંકની લાઈનોમાં મોતને ભેટ્યા હતા. ગબ્બર સિંહ ટેક્સ (જીએસટી)ના કારણે વેપારીઓ પરેશાન છે. તેનો વિરોધ થાય છે પરંતુ સાંભળનારા મોરને દાણા આપવામાં વ્યસ્ત હોય તો શું થાય. અગ્નિવીરના નિર્ણયે યુવાનોના સપનાઓને તોડી નાખ્યા. જ્યારે તેમણે વિરોધ કર્યો તો તેને ધમકી આપવામાં આવી કે તેનું ભવિષ્ય બરબાદ થઈ જશે. હા, ધમકીઓ આપવામાં આવી. મોદી સરકાર જનતાને ડરાવી-ધમકાવીને, સત્તા ખરીદીને, મિત્રોને બધું વેચીને મોજ માણવાની ફોર્મ્યુલા પર ચાલી રહી છે.

મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર કોંગ્રેસે લખ્યું હતું કે જેણે પણ અવાજ ઉઠાવ્યો તેને દબાવી દેવામાં આવે છે. તેને કચડી નાખો, જેલમાં નાખો, બુલડોઝર ચલાવો, ED, CBIનો ડર બતાવો. જો સરકાર ના બને તો પૈસાના જોરે સત્તા ખરીદો અને લોકશાહીને મારી નાખો. દેશના બંદરો, એરપોર્ટ, મોટા પ્રોજેક્ટ ‘મિત્ર’ને વેચી દો અને આરામથી ‘મિત્ર કાળ’માં મોંઘા મશરૂમ ખાતા રહો, ફોટા ક્લિક કરતા રહો. આ સરકારમાં મીડિયાની ભૂમિકા પણ મહત્વની છે. સવારથી સાંજ સુધી પ્રચાર ચાલે છે. એક મહાપુરુષની નકલી ઈમેજ બનાવવામાં આવે છે અને અંતે મહાપુરુષ ‘લાલ શર્ટ’ પહેરીને ચીનને લલચાવતા જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular