કાશ્મીરને સાચી આઝાદી અપાવવા મોદી સરકારે કમર કસી

0
14

કેન્દ્ર સરકારે વધુ ૨૮ હજાર જવાનોને તૈનાત કરીને કાશ્મીરના ખૂણે-ખૂણે કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી

આઝાદીકાળથી દેશમાં ખાસ કરીને કાશ્મીરમાં સતત અસ્થિરતા અને હિંસાનો માહોલ ઉભો કરતા આતંકવાદી તત્વોને ઝેર કરવા કેન્દ્રની મોદી સરકારે નિર્ણય કર્યો છે. આ આતંકવાદી તત્વો ઘરના ઘાતકી તત્વોની મદદ વગર ટેરર ફંડ અને આશ્રય સ્થાન મેળવી શકે તેમ ન હોય કાશ્મીરના આવા હરામી ત્વોની પહેલા કેડ તોડી કાશ્મીરના ગૃહમંત્રી અમિત શાહે નિશ્ચિત કર્યો છે આગામી આઝાદી દિન પહેલા કાશ્મીરને સાચી આઝાદી અપાવવાના ભાગરૂપે હજારોને કાશ્મીરમા તૈનાત કરાયા બાદ કેન્દ્ર સરકારે વધુ ૨૮ હજાર જવાનોને કાશ્મીરમાં મોકલ્યા છે. કાશ્મીરનાં ખૂણે ખૂણામા સુરક્ષા જવાનોને તૈનાત કરીને કડક સુરક્ષા વ્યવસ્થા કરાતા દેશ વિરોધી તત્વોના પેટમાં તેલ રેડાયું હોય તેમ કાગારોળ મચાવવા લાગ્યા છે.

કેન્દ્ર સરકારના માહિતીપૂર્ણ સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ કાશ્મીર ઘાટીમાં તૈનાત કરાયેલા ૫૦ હજાર જવાનો ઉપરાંત સીઆરપીએફ સહિતની અર્ધલશ્કરી દળોની ૨૮૦ કંપનીઓનાં ૨૮ હજાર જેટલા જવાનોને મોકલવામા આવ્યા છે. આ જવાનોએ શ્રીનગર શહેરનાં તમામ સંવેદનશીલ વિસ્તારો તથા અન્ય મહત્વપૂર્ણ સ્થાનો પર તૈનાત કરીને એલર્ટ રહેવાની તાકીદ કરાય છે આ જવાનોએ ગઈકાલ સાંજથી શ્રીનગર શહેરમાં પ્રવેશવા અને બહાર નીકળવાના તમામ રસ્તાઓ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી આ રસ્તાઓ પર સ્થાનિક પોલીસ તંત્ર ચોકી પહેરો કરતુ હતુ શ્રીનગર અને કાશ્મીરમાં મોટાપાયે લશ્કરી જવાનોના જમાવડાથી સ્થાનિકો નાગરીકોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. અને જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદવા પડાપડી કરવા લાગ્યા છે.

સુત્રોએ એવી પણ વિગતો આપી છે કે કેટલાંક ધાર્મિક સ્થળો પરની સુરક્ષાને હટાવી દેવામાં આવી છે કારણ કે તંત્રને ગુપ્ત માહિતી મળી હતી કે વિદેશી આતંકવાદી તત્વો અહી ફરજ બજાવતા પોલીસ જવાનો પર હુમલો કરીને દહેશત સર્જવાની યોજના બનાવી રહ્યા છે શૈક્ષણીક સંસ્થાઓમાં પણ આગામી ૧૦ દિવસ સુધી રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. અમરનાથ યાત્રા માર્ગ પર ચાલી રહેલા કેટલાક લંગરોને પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના કાશ્મીરથી પરત ફર્યા બાદ ૧૦ હજાર સુરક્ષા કર્મીઓને કાશ્મીર મોકલવાનો આદેશ કયો હતો. અમરનાથ યાત્રાની સુરક્ષાના નામે આ સુરક્ષા કર્મીઓને તૈનાત કરાયા છે.

મોદી સરકાર દ્વારા કાશ્મીર ખીણ વિસ્તારમાં થઈ રહેલા લશ્કરી જમાવડાથી મોટા ઓપરેશનની ભીતિથી ફફડી ઉઠેલા દેશ વિરોધી તત્વોએ પોતાના રાજકીય આકાઓને આગળ કર્યા હતા. જેથી પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતી, ફારૂક અબદુલ્લા સહિતના નેતાઓ સરકાર બંધારણની કલમ ૩૭૦ અને ૩૫ એને હટાવવા માટે તજવીજ કરી રહ્યા છે. જેના ભાગરૂપે કાશ્મીરમાં વિરોધ થાયતો તેને દબાવવા આ લશ્કરનો જમાવડો કરી રહ્યાનો દાવો કર્યો હતો. પરંતુ મોદી સરકારે આવા કોઈપણ પ્રયાસો કરવામાં આવ્યાનો ઈન્કાર કર્યો છે. કાશ્મીરમાં મોટાપાયે લશ્કરી જવાનોને મોકલવા કેન્દ્ર સરકારે દેશભરનાં વિવિધ ભાગોમા ફરજ બજાવતા જવાનોને વાયુસેનાના માલવાહક વિમાનો દ્વારા એર લીફટ કરીને સીધા કાશ્મીરમાં ઉતાર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here