ઓનલાઈન શોપિંગમાં મોદી સરકાર કરવા જઈ રહી છે ધરખમ ફેરફાર, ગ્રાહકોને મળશે અઢળક લાભ

0
17

એમેઝોન, ફ્લિપકાર્ડ, મિન્ત્રા, સ્નેપડીલ જેવી ઈ કોમર્સ કંપનીઓથી જો તમે શોપિંગ કરો છો તો તમારા માટે એક મોટી ખબર છે. ઉપભોક્તા મંત્રાલયે ગ્રાહકોને ઈ કોમર્સ કંપનીઓની મનમાનીથી બચાવવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલ બેઠકમાં ઉપભોક્તા મામાલાના મંત્રાલયે ગ્રાહકોને આ કંપનીઓની મનમાનીથી બચાવતાં નિયમો 31 માર્ચ પહેલાં લાગુ કરવાનો લક્ષ્‍ય રાખ્યો છે.

નિયમો લાગુ થયા બાદ ઈ કોમર્સ કંપનીઓ ઉપ્તાદનોના ભાવને પ્રભાવિત નહીં કરી શકે. આ નિયમ નવા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ લાગુ થશે. આ નિયમોથી નકલી ઉત્પાદનોના વેચાણ પર રોક લાગશે અને કંપનીઓની જવાબદારી પણ નક્કી થશે. રિફંડ પ્રક્રિયા સુધરશે અને 24 કલાકમાં રિફંડ મળશે.

તો કંપનીઓ ગેરમાર્ગે દોરી શકે તેવી જાહેરાતો પણ કરી શકશે નહીં. આ નિયમ લાગુ થયા બાદ ઈ કોમર્સ કંપનીઓને ભારતમાં રજિસ્ટર કરવું પણ જરૂરી હશે. કંપનીઓ પ્રોડક્ટસની કિંમતો પણ પ્રભાવિત કરી શકશે નહીં અને કંપનીઓ ગ્રાહકોને વેચાણ પહેલા સાચી જાણકારી આપવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here