મહારાષ્ટ્ર ચૂંટણી : મોદી સરકારના મંત્રીએ સ્વીકાર્યું, મંદી, બેરોજગારીથી ખરાબ રહ્યું ચૂંટણી પ્રદર્શન

0
0

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીનું પ્રદર્શન આશા પ્રમાણે ન રહ્યું. મહારાષ્ટ્રમાં બીજેપી 288 બેઠકોમાંથી 99 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે હરિયાણામાં 90 બેઠકોમાંથી 38 પર આગળ ચાલી રહી છે.

  • મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીનું નબળુ પ્રદર્શન
  • આરપીઆઇના ચીફે કહ્યું- મંદી અને બેરોજગારીને કારણે ચૂંટણી પ્રદર્શન નબળુ રહ્યું
  • મહારાષ્ટ્રમાં બીજેપી શિવસેનાએ ગઠબંધન હેઠળ ચૂંટણી લડી હતી

હરિયાણામાં પાર્ટીએ 75થી વધારે બેઠકો જીતવાનું લક્ષ્‍ય રાખ્યું હતું બીજેપીના ખરાબ પ્રદર્શન પર મોદી સરકારના મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI) ના ચીફ રામદાસ અઠાવલેએ મંદી અને બેરોજગારીને જવાબદાર બતાવ્યા છે. એમણે કહ્યું કે આ બે મુદ્દાને કારણે ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.

એમણે  ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, અમને આ ચૂંટણીમાં નુકશાન જરૂર થયું છે, પરંતુ અમે વાપસી કરીશું. બીજેપી શિવસેના આ વખતે ગઠબંધન હેઠળ ચૂંટણી લડી હતી. આશા દર્શાવાઈ રહી હતી કે બંને 220 બેઠકો પર જીત મેળવશે પરંતુ તેમ દેખાઇ રહ્યું નથી. તેના પાછળ મંદી અને બેરોજગારીના મુદ્દા છે. અમારી સરકાર તેના પર ગંભીરતાથી વિચાર કરશે.

નોંધનીય છે કે, અર્થવ્યવસ્થા મંદીના સમયથી પસાર થઇ રહી છે. અને બેરોજગારીનો મુ્દ્દો પણ ભાજપ સરકાર માટે ચિંતાનો વિષય છે. હાલમાં ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. ખાસ કરીને ઓટોમોબાઇલ સેક્ટરમાં મંદ અર્થવ્યવસ્થાનો પ્રભાવ પડ્યો છે. જોકે, મંદીની પાછળ રાજ્ય સરકારનો કોઇ સીધો સંબંધ નથી પરંતુ તેમનો પ્રભાવ ચૂંટણીમાં પડતો દેખાઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here