મોદી સરકારની શેરડીના ખેડૂતોને મોટી ભેટ, ક્વિન્ટલ દીઠ વધુ પૈસા મળશે

0
4

મોદી સરકારે શેરડીના ખેડૂતોને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને હવે તેમની શેરડીના પાક માટે વધુ પૈસા મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠકમાં શેરડીના ખેડુતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2020-21 માટે સરકારે શેરડીના એફઆરપીમાં ક્વિન્ટલ દીઠ 10 રૂપિયા વધારો કરવાની મંજૂરી આપી છે.

જણાવી દઈએ કે એફઆરપી એ ભાવ છે કે જેના આધારે સુગર મિલો ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે. આ સિવાય સુગરવર્ષ દર વર્ષે 1 ઓક્ટોબરથી શરૂ થાય છે અને તે પછીના વર્ષે 30 સપ્ટેમ્બર સુધી ચાલે છે.

ગત વર્ષ ખરીદ ભાવમાં વધારો ન થવાના કારણે શેરડીના ખેડૂતો ખુબ નારાજ થયા હતાં. પરંતુ આ વર્ષે મોદી સરકારના આ નિર્ણય બાદ હવે ખેડૂતોને તેમના શેરડીના પાક પર 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળશે. અત્રે જણાવવાનું કે FRP ઉપરાંત રાજ્ય સરકાર પણ પોતાના તરફથી ખેડૂતો માટે શેરડીના ભાવ નક્કી કરે છે. જેને SAP (State Advised Price) કહે છે. ગત વર્ષ 2019-20 માટે ઉત્તર પ્રદેશ સરકારે શેરડીના SAP 325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here