દિવાળી પહેલા મોદી સરકારની ભેટ – ઉત્પાદન સાથે જોડાયેલા 10 ક્ષેત્રોને મળશે લાભ

0
3

વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, કેબિનેટમાં પીએલઆઈ સ્કિમને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સ્કિમ હેઠળ સરકાર 5 વર્ષોમાં 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. દેશના કુલ 10 સેક્ટર્સની કંપનીઓને તેનાથી ફાયદો થશે. ઓટો અને ઓટો કંપોનેંટ બનાવનારી કંપનીઓ સૌથી વધરે ઈન્સેન્ટીવ દેવાની તૈયારીમાં છે.

દેશમાં મૈન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે પ્રોડક્શન લિંક્ડ પ્રમોશન સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ જે પણ ઈલેકટ્રોનિક ઈન્ડસ્ટ્રી પોતાનું પ્રોડક્શન વધારશે તેને ઈન્સેંન્ટીવ દેવામાં આવશે. ઈલેક્ટિકલ વ્હીકલમાં લાગનારી બેટરીઓ બનાવતી કંપનીઓને કપણ મોટું ઈન્સેન્ટીવ દેવાની તૈયારીમાં છે. આ કંપનીઓને 18 હજાર કરોડ રૂપિયાનું ઈન્સેન્ટીંવ મળી શકે છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત હેઠળ સરકારે આ નિર્ણય લીધો છે. આ રકમ એડવાન્સ કેમેન્ટ્રી, ઇલેક્ટ્રોનિક-ટેક્નોલોજી પ્રોજેક્ટ, ઓટોમોબાઇલ પ્રોજેક્ટ, ટેલિકોમ નેટવર્કિંગ, ટેક્સટાઇલ, સોલાર, એલઈડી સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રનો આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં કહ્યું કે, સરકારે આત્મનિર્ભર ભારતને લઈને નિર્ણય કર્યો છે. સરકારનો પ્રયાશ છે કે દેશમાં રોકાણ આવે અને ભારત મેન્યુફેક્ચરિંગ હબ બને.

નિર્મલા સીતારમન પ્રમાણે દિવાળી પહેલા સરકાર તરફથી ઉત્પાદન ક્ષેત્રોને આ ભેટ આપવામાં આવી છે. જે પણ ક્ષેત્રને જરૂર હશે, સરકાર તેની સાથે છે. આ પહેલની શરૂઆત નીતિ આયોગ દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here