Saturday, September 18, 2021
Homeમોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય : OBCને 27%, EWSને 10% અનામત
Array

મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય : OBCને 27%, EWSને 10% અનામત

મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે સરકારે આજે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. તેમાં પછાત જાતી (OBC) અને આર્થિક રીતે નબળાં (EWS) માટે અનામતની જાહેરાત કરી છે. સરકારે ઓબીસીને 27% અને આર્થિક રીતે નબળા વર્ગને 10% અનામત આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 2021-22ના સત્રથી જ લાગુ કરવામાં આવશે.

દર વર્ષે ઓલ ઈન્ડિયા કોટા સ્કીમ (AIQ) અંતર્ગત MBBS, MS, BDS, MDS, ડેન્ટલ, મેડિકલ અને ડિપ્લોમામાં 5,550 કેન્ડિડેટને તેનો ફાયદો મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશે 26 જુલાઈએ બેઠક કરી હતી અને તેમણે પહેલાં પણ આ વિશે અનામત આપવાની વાત કરી હતી. 26 જુલાઈએ થયેલી મીટિંગના 3 દિવસ પછી સરકારે આ નિર્ણય લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા આ વિશે માહિતી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, દેશમાં પછાત અને આર્થિક નબળાં વર્ગના વિકાસ માટે તેમને અનામત આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

પહેલાં માત્ર SC-STને મળતું હતું અનામત

આ પહેલાં મેડિકલ કોર્સમાં એડ્મિશન માટે ઓલ ઈન્ડિયા કોટામાં માત્ર SC-STને જ અનામત આપવામાં આવતું હતું. ત્યારપછી ઓબીસી સાંસદોએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે, બંધારણ અંતર્ગત OBC અને EWS માટે અનામતની જે વ્યવસ્થા બનાવવામાં આવી છે તેને મેડિકલના એડમિશન સાથે જોડાયેલા ઓલ ઈન્ડિયા કોટામાં પણ લાગુ કરવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments