આર્થિક સુધારા તરફ પગલા : વૈશ્વિક મેન્યુફેકચર્સને આકર્ષિત કરવા માટે 1.7 લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ મોદી સરકાર લાવે તેવી શકયતા

0
0

દેશમાં મેન્યુફેકચરિંગ સેકટરને ગતિ આપવા માટે કેન્દ્ર સરકાર વધુ પગલા ભરવા જઈ રહી છે. આ મામલા સાથે જોડાયેલા જાણકારોએ જણાવ્યું છે કે મોદી સરકાર દેશમાં મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપિત કરવા માટે વૈશ્વિક કંપનીઓને આકર્ષિક કરવા માંગે છે. તેના માટે તે 1.68 લાખ કરોડ રૂપિયા(23 અબજ ડોલર)નું પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારી કરી રહી છે.

બ્લૂમબર્ગને મળેલા દસ્તાવેજો પરથી એ વાતનો ખ્યાલ આવે છે કે સરકાર ઓટોમોબાઈલ, સોલર પેનલ નિર્માતાઓ અને કન્ઝ્યુમર સાથે જોડાયેલા સ્ટીલના સાધનો બનાવનારી કંપનીઓને પ્રોત્સાહન આપશે. તેની સાથે જ કપડાના યુનિટો, વિશેષ ફાર્મા મેન્યુફેકચર્સને પણ આ યોજના અંતર્ગત દેશમાં લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોત્સાહન કાર્યક્રમ, દેશની નીતિ નિયોજન સંસ્થા દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યો છે. તેણે આ વર્ષની શરૂઆતમાં ચીનની બહાર પોતાનો પ્લાન્ટ લગાવવાની વિચારણ કરી રહેલી કંપનીઓને આકર્ષિત કરી હતી. તેમાં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, ફોક્સકોન તરીકે જાણીતી હોન હાઈ પ્રીસિજન ઈન્ડસ્ટ્રી વગેરે સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here