ભારતીયોને સંબોધિત કરવા પહોંચ્યા PM મોદી, પેરિસમાં લાગ્યા મોદી-મોદીના નારા

0
0

જી-7 સમ્મેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન નરેદ્ર મોદી આજે ભારતીય સમુદાયને સંબોધિત કરશે. રાજધાની પેરિસમાં યોજાઇ રહેલા આ કાર્યક્રમમની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

2019માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી પહેલી વાર પ્રવાસી ભારતીયોને સંબોધિત કરશે, આ દરમિયાન તે અનુચ્છેદ 370 સહિત ઘણા મુદ્દાઓ પર પોતાની વાત કરશે. ભારતીય અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે પ્રવાસી ભારતીયોને સહયોગની માંગ કરી શકે છે.

પોતાની વિદેશ યાત્રા પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ પ્રવાસથી ભારતના 3 રાષ્ટ્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે ફ્રાન્સમાં રહેતા ભારતીય સમુદાયના લોકો હાથમાં ત્રિરંગો લઇને પહોંચ્યા હતા.

પીએમ મોદી 23થી 24 ઑગષ્ટ સંયુક્ત અરબ અમીરાત (UAE) જશે. અહીં તેઓ અબુ ધાબીનાં ક્રાઉન પ્રિંસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરશે. UAE ભારતનું ત્રીજુ સૌથી મોટુ ટ્રેડ પાર્ટનર છે અને ચોથો સૌથી મોટું કાચા તેલનું આયાતકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here