મોદી રાજમા એર ઇન્ડિયાનું દેવું ૮૦ હજાર કરોડે પહોંચ્યું, ખાનગીકરણ એક માત્ર ઉપાય

0
10

દેશમા સરકારી વિમાની કંપની એર ઇન્ડિયાની આર્થિક હાલત દિવસેને દિવસે વધારે નબળી પડી રહી છે. જેમાં દરરોજ થતા નુકશાનના પગલે તેનું દેવું સતત વધી રહ્યું છે. જેમાં હાલ સામે આવેલી માહિતી મુજબ એર ઇન્ડિયાની દેવું ૮૦ હજાર કરોડે પહોંચ્યું છે. તેમજ દરરોજ ૨૨ થી ૨૫ કરોડ રૂપિયાનું નુકશાન ઉઠાવી રહી છે.

નાગરીક ઉડ્ડયન મંત્રી હરદિપસિંહ સૂરીએ જણાવ્યું કે એર ઇન્ડિયા પર દેવું એટલું બધું વધી ગયું છે કે હવે તેનું વ્યવસ્થાપન અશકય લાગે છે. તેથી હવે એરલાઈનનું ખાનગીકરણ જે તેનો એક ઉપાય છે. તેમજ આગામી થોડા દિવસમાં તેના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામા આવશે.

તેમણે આગળ જણાવ્યું કે એર ઇન્ડિયાનું દેવું ૮૦ હજાર કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. તેમજ આ વર્ષે તેને નવ હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તેથી દરરોજનું ૨૨ કરોડથી ૨૫ કરોડનું નુકશાન થઈ રહ્યું છે.

અમે એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાના છીએ તેમાં કોઈ સંદેહ નથી. તેમજ તેનાથી કેટલી કંપનીને તેને ખરીદવામાં રસ છે તેની પણ ખબર પડશે. તેમજ અમે ઈચ્છીએ છીએ કે આને કોઈ ભારતીય કંપની જ ખરીદે કારણ કે એફડીઆઈના નિયમ મુજબ વિદેશી કંપનીનું રોકાણ એરક્રાફટ બિઝનેશ ૪૯ ટકાથી વધારે સ્વીકાર્ય નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here