મોદી રાજમા ભારત પાસેથી છીનવાયો વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થાનો તાજ, સાતમા ક્રમે ધકેલાયો દેશ

0
22

મોદી રાજમા ભારતની કથળતી અર્થવ્યવસ્થાના લીધે ભારતની છબી આંતરાષ્ટ્રીય કક્ષાએ પણ ખરડાઈ છે. જેમા વર્ષ ૨૦૧૮મા અર્થવ્યવસ્થા સુસ્ત રહેવાના પગલે ભારતને મોટું નુકશાન થયું છે. જેમાં ભારત પાસે દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા હોવાનો તાજ છીનવાઈ ગયો છે અને અર્થ વ્યવસ્થાની દ્રષ્ટિએ ભારત સાતમા ક્રમે પહોંચી ગયો છે.

વિશ્વબેંકના આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૮મા બ્રિટેન અને ફ્રાંસની અર્થવ્યવસ્થામા ભારતના મુકાબલે વધારે વિકાસ જોવા મળ્યો છે. જેના લીધે આ બંને દેશો એક એક ક્રમ આગળ આવ્યા છે. જેમાં બ્રિટેન પાંચમા સ્થાને પહોંચ્યો છે. જયારે છઠ્ઠા સ્થાને ફ્રાંસ આવ્યું છે. જયારે ભારત પાંચમા સ્થાનેથી સાતમા ક્રમે આવ્યું છે. જયારે અમેરિકા ટોપ પર યથાવત છે.

આંકડાઓ અનુસાર ભારતની અર્થવ્ય્વસ્થા વર્ષ ૨૦૧૮માં માત્ર ૩.૦૧ ટકા વધી હતી. જયારે વર્ષ ૨૦૧૭માં તે ૧૫.૨૩ ટકા વધી હતી. જયારે બ્રિટનનું અર્થતંત્ર વર્ષ ૨૦૧૮માં ૬.૮૧ ટકા વધ્યું હતું. જે વર્ષ ૨૦૧૭માં માત્ર ૦.૭૫ ટકા વધ્યું હતું. આ ઉપરાંત ફ્રાંસનું અર્થતંત્ર વર્ષ ૨૦૧૮માં ૭.૩૩ ટકા વધ્યું છે. જે વર્ષ ૨૦૧૭માં માત્ર ૪.૮૫ ટકા જ વધ્યું હતું. જયારે ભારતનું અર્થતંત્ર વર્ષ ૨૦૧૭ ના મુકાબલે વર્ષ ૨૦૧૮માં સુસ્ત રહ્યું હતું.

વિશ્વ બેંકના આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૮મા બ્રિટેનની અર્થવ્યવસ્થા ૨.૮૨ ટ્રીલીયન ડોલર થઈ છે. જયારે ફ્રાંસની અર્થવ્યવસ્થા ૨.૭૮ ટ્રીલીયન ડોલર સુધી વધી છે. જયારે ભારતની અર્થ વ્યવસ્થા ૨.૭૩ ટ્રીલીયન ડોલર સુધી પહોંચી છે.

વર્ષ ૨૦૧૭મા ભારતના શિરે ૧૮ હજાર ખરબના અર્થતંત્રનો તાજ હતો. જયારે બ્રિટેન છઠ્ઠા સ્થાને અને ફ્રાંસ સાતમા સ્થાને હતું.અર્થશાસ્ત્રીઓની માનીએ તો ભારતના સાતમા સ્થાને આવવા પાછળ ડોલરના મુકાબલે રૂપિયાની ઘટતી કિંમત જવાબદાર છે. વર્ષ ૨૦૧૭મા ડોલરના મુકાબલે રૂપિયામાં ત્રણ ટકા ઉછાળ આવ્યો હતો.પરતું વર્ષ ૨૦૧૮મા ડોલરના મુકાબલે રૂપિયો અંદાજે ૫ ટકા ઘટયો હતો.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર આગામી પાંચ વર્ષમા ભારતીય અર્થવ્યવસ્થાને ૫ ટ્રીલીયન ડોલર સુધી પહોંચાડવાની વાત કહી છે. તેવા સામે આવેલા વિશ્વ બેંકના તાજા આંકડા પરેશાન કરનારા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here