સવાર સવારમાં મોદી ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા , ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી

0
6

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીના ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતનો અચાનક નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ગુરુદ્વારા રકાબગંજ ખાતે માથું ટેકાવીને તેમણે ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી.

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી જ્યારે અહીં પહોંચ્યા હતા, ત્યારે ત્યાં કોઈ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ન હતો કે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું ન હતું. વડાપ્રધાન સવાર સવારમાં ભારે ઠંડી વચ્ચે સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા અને માથું ઝુકાવ્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત અચાનક જ નક્કી થઈ ગઈ હતી. તેથી ગુરુદ્વારાની આસપાસ કોઈ વિશેષ સુરક્ષા વ્યવસ્થા નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here