બિહારમાં મોદીનો પ્રચાર : મોદીને રામવિલાસ યાદ આવ્યા, પરંતુ પોતાને PMના હનુમાન તરીકે વર્ણવતા ચિરાગનું નામ પણ લીધું નહીં

0
10

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસારામમાં બિહાર ચૂંટણીની પોતાની પ્રથમ સભાને સંબોધિત કરી. તેમણે કહ્યું, બિહારના લોકો ક્યારેય મૂંઝવણમાં હોતા નથી. ચૂંટણીના આટલા દિવસો પહેલાં જ તેમણે પોતાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. જેટલા પણ રિપોર્ટ આવી રહ્યા છે એ બધામાં એ જ વાત આવી રહી છે કે બિહારમાં ફરી એક વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે.

મોદીની રેલીમાં પણ ઉપસ્થિત લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
(મોદીની રેલીમાં પણ ઉપસ્થિત લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા)

 

મોદીની રેલીમાં ઉપસ્થિત લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસારામમાં જાહેર સભાને સંબોધી હતી. કોરોનાની મહામારી વચ્ચે હવે બિહારની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર તેજ બની રહ્યો છે. મોદીની રેલીમાં પણ ઉપસ્થિત લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. રેલીમાં હાજર કેટલાક લોકો માસ્ક પહેર્યા વગરના જોવા મળી રહ્યા હતા. સ્વયં વડાપ્રધાન મોદીએ પણ લોકોને દો ગજની દૂરીનું પાલન કરવા માટે જણાવ્યુ છે, પણ કોરોનાની મહામારીને લઈને ચૂંટણી રેલીમાં ક્યાય પણ લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું નથી, જે ચિંતાજનક બાબત છે.

મોદીએ ગયામાં રેલીમાં સંબોધન કર્યું

વડાપ્રધાન મોદીએ બિહારના ગયામાં રેલીમાં સંબોધન કરતાં કહ્યું, બિહારની સરકાર શાસક નહીં, પણ સેવકના રૂપમાં કામ કરી રહી છે. હવે જેઓ અપ્રામાણિક છે તેમણે હવે સો વાર વિચારવું પડશે, આ જ કારણે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષ આજે તમામ ફેરફારનો વિરોધ કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં ભારત સરકારે ગામડાં માટે નવી યોજનાની શરૂઆત કરી. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે હવે પ્રોપર્ટી કાર્ડ મળશે તો કોઈના ઘર પર કબજો નહિ થાય, બિહારમાં પણ ચૂંટણી બાદ એને લાગુ કરવામાં આવશે. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે બિહારે વિકાસની તેજ ગતિ પકડી લીધી છે. ત્યાર બાદ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવશે.

મોદીના ભાષણની મુખ્ય વાતો

  • મારા નજીકના મિત્ર અને ગરીબો-દલિતો માટે પોતાનું જીવન સમર્પિત કરનાર મારા સાથી રહેલા રામવિલાસ પાસવાનજીને શ્રદ્ધાંજલિ આપું છું. ગરીબો માટે કામ કરનારા રઘુવંશ પ્રસાદ સિંહને પણ શ્રદ્ધાંજલિ આપું છું. હું બિહારના લોકોને અભિનંદન આપવા માગું છું કે અહીંના લોકો આટલી મોટી મુશ્કેલીનો ખૂબ જ સારી રીતે સામનો કરી રહ્યા છે.
  • કોરોનાથી બચવા માટે જે ઝડપી નિર્ણયો લેવામાં આવ્યા, જે રીતે સરકારે કામ કર્યું, તેનાં પરિણામો આજે દેખાઈ રહ્યાં છે. વિશ્વના અમીર દેશોની સ્થિતિ કોઈનાથી છુપાઈ એવી નથી. જો બિહારમાં ઝડપથી કામ થયું ન હોત તો મહામારી આપણા ઘણા લોકોના જીવ લઈ લેત. બિહાર તમામ સાવધાનીઓનું પાલન કરતાં લોકતંત્રનું પર્વ મનાવી રહ્યું છે.
  • ચૂંટણીમાં કેટલાક લોકો ભ્રમ ફેલાવવા માટે એક-બે ચહેરાને મોટો દેખાડવામાં લાગી જાય છે. જોકે એનાથી વોટિંગમાં ફરક પડતો નથી. બિહારના લોકોએ મન બનાવી લીધું છે કે જેમનો ઈતિહાસ બિહારને બીમાર રાખવાનો છે તેમને આસપાસ ભટકવા દઈશું નહિ.
  • દેશની સુરક્ષામાં પણ બિહારના લોકો સૌથી આગળ રહ્યા છે. પુલવામા હુમલામાં બિહારના જવાન શહીદ થયા, હું તેમનાં ચરણોમાં મસ્તક ઝુકાવું છું. બિહાર ઝડપથી આગળ વધી રહ્યું છે. હવે રાજ્યને કોઈ બીમાર ન કહી શકે. અંધારામાંથી અજવાળા તરફ આગળ વધનારું કહેવામાં આવે છે. ક્યારેક સૂરજને ડૂબવાનો અર્થ થાય છે કે દિવસની તમામ ગતિવિધિઓ પૂરી થઈ ગઈ.
  • અગાઉ ઘરથી છોકરીઓ નીકળતી હતી ત્યારે માતા-પિતાને ચિંતા થતી હતી. આપણે યાદ રાખવું જોઈએ કે બિહારમાં આટલી મુશ્કેલી નાખનાર કોણ હતું. 2014માં કેન્દ્રમાં સરકાર બન્યા પછી બિહારને ડબલ એન્જિનની તાકાત મળી, રાજ્યમાં વધુ ઝડપથી કામ થયું છે.
  • કોરોના દરમિયાન કરોડો ગરીબ બહેનોનાં ખાતામાંં કરોડોની મદદ મોકલવામાં આવી, ઘણાં ગેસ-કનેક્શન આપવામાં આવ્યાં. દેશ જ્યારે સંકટનું સમાધાન કરતા આગળ વધી રહ્યો છે, આ લોકો દરેક સંકલ્પની સામે અડચણ બનીને ઊભા છે. દેશને વચેટિયાઓ-દલાલોમાંથી મુક્ત કરાવવાનો નિર્ણય લીધો. આ લોકો તેમના જ પક્ષમાં ઊભા છે. ખેડૂતો તો બહાનું છે, તેમને દલાલો-વચેટિયાઓથી બચાવવા છે.
  • રાફેલ માટે પણ આ લોકો દલાલ-વચેટિયાઓની ભાષા બોલી રહ્યા હતા. તેમના માટે દેશહિત નહિ, પરંતુ દલાલોનું હિત વધુ મહત્ત્વવપૂર્ણ છે. જ્યારે દલાલો- વચેટિયાઓને માર પડે છે ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે.
  • આ લોકો કહી રહ્યા છે કે સત્તામાં આવ્યા તો આર્ટિકલ 370 ફરીથી લાગુ કરી દઈશું. આટલું બધું કહીને બિહારના લોકો પાસે વોટ માગવાની હિંમત કરી રહ્યા છે. શું આ બિહારના લોકોનું અપમાન નથી. આ લોકો ભલે કોઈની પણ મદદ લે, દેશ તેના નિર્ણયમાંથી પાછળ હટશે નહિ.
  • બિહારની દરેક યોજનાને આ લોકો લટકાવનાર અને ભટકાવનાર છે. 15 વર્ષ સુધીના પોતાના શાસન દરમિયાન તેમણે બિહારને લૂંટયું છે. તમે તેમની પર ભરોસો મૂકીને તેમને સત્તા સોંપી હતી. જોકે તેમણે એને કમાણીનું સાધન બનાવ્યું. 10 વર્ષ સુધી યુપીએની સરકારમાં રહીને બિહાર પર ગુસ્સો કાઢ્યો.
  • ત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. નીતીશ કહેતા હતા કે દિલ્હીને બિહારનો અખાડો ન બનાવતા. તેમની સાથે મળીને નીતીશજીએ સરકાર બનાવી. બધા જાણે છે કે આ 18 મહિનામાં શું થયું ? નીતીશ એ વાત જાણી ગયા કે બિહાર 15 વર્ષ પાછળ પડી જશે. બિહારના વિકાસ માટે અમે ફરી નીતીશજીની સાથે આવ્યા. મને હજી નીતીશજીની સાથે કામ કર્યાંને 4-5 વર્ષ જ થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here