મોદીએ કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં DDCની ચૂંટણીથી લોકતંત્રના મૂળ મજબૂત થયા

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરમાં આયુષ્માન ભારત PM જય સેહત યોજનાની શરૂઆત કરી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાનારા આ પ્રોગ્રામમાં ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા પણ સામેલ છે. આ યોજના હેઠળ જમ્મુ-કાશ્મીરના તમામ લોકોને પાંચ લાખ રૂપિયાનું હેલ્થ ઈન્સોયરન્સ કવર મળશે.

ત્યારપછી મોદીએ યોજનાનો ફાયદો લેનાર સાથે વાત કરી. તેમણે કહ્યું કે, આજે મને જમ્મુ-કાશ્મીરના બે લાભાર્થીઓ પાસેથી તેમના અનુભવ સાંભળવાની તક મળી. જેમના માટે અમે કામ કરીએ છીએ, તેમના પાસેથી સંતોષનો સ્વર સાંભળવા મળે તો ગરીબો માટે વધુ મહેનત કરવા માટે આ શબ્દો ઘણી શક્તિ આપે છે. આપ સૌની વાત સાંભળીને સારુ લાગ્યું. તમામ સુવિધાઓ દરેક લોકો સુધી પહોંચે તે અમારી સરકારનો વાયદો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here