મોદીએ કહ્યું, કોરોનાને અટકાવવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

0
6

દેશમાં કોરોના મહામારીએ વિનાશકરૂપ ધારણ કર્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે દેશના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ, હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અંગેની પરિસ્થિતિની સમિક્ષા કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓને કોરોનાને હરાવવા માટે ત્વરિત કામ કરવા અને રસીનું ઉત્પાદન વધારવા જાહેર અને ખાનગી સેક્ટરની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, કોરોનાને અટકાવવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સ્થાનિક વહીવટી તંત્રે સક્રિય અને લોકો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવું પડશે.

દેશમાં કોરોના મહામારીના સંદર્ભમાં જાહેર સ્વાસ્થ્યની તૈયારીઓની સમિક્ષા બેઠકમાં વડાપ્રધાન મોદી અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને કોરોનાને હરાવવા માટે રાજ્યો સાથે સંકલન પર વિશેષ ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે રસીનું ઉત્પાદન વધારવા માટે સંપૂર્ણ દેશની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે પણ હાકલ કરી હતી.

તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા માટે બધા જ જરૂરી પગલાં લેવા જોઈએ. અનેક રાજ્યોમાં કોરોનાની સારવાર દરમિયાન દરદી અને તેમના પરિવારજનો સાથે સ્થાનિક તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાના અહેવાલોના પગલે વડાપ્રધાને કહ્યું હતું કે, સ્થાનિક તંત્રે લોકોની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવું પડશે અને કોરોના સામેની કામગીરીમાં સક્રિય બનવું પડશે.

કોરોનાને રોકવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટનો કોઈ વિકલ્પ નથી. વહેલા સમયસર ટેસ્ટિંગ અને ટ્રેકિંગથી કોરોના દરદીઓને વહેલા સારવાર આપી શકાશે, જેથી મૃત્યુદર ઘટાડી શકાશે. વડાપ્રધાને દેશમાં રમેડેસિવિર અને અન્ય દવાઓના પુરવઠાની સ્થિતિની સમિક્ષા કરી હતી અને મેડિકલ ઓક્સિજન એકમોની સ્થાપનામાં ઝડપ લાવવા જણાવ્યું હતું.

વડાપ્રધાને કહ્યું કે આપણે ગયા વર્ષે કોરોનાને હરાવ્યો હતો અને આપણે ફરીથી આ કામ કરી શકીએ છીએ. આપણે એ જ સિદ્ધાંતો અને પદ્ધતિથી કોરોનાને હરાવી શકીશું. આપણે હવે માત્ર ઝડપ અને સંકલન વધારવાની જરૂર છે. તેમણે અધિકારીઓને રાજ્યો સાથે ગાઢ સંકલન માટે જરૂરી તમામ પગલાં લેવા જણાવ્યું હતું. તેમણે દેશમાં રેમડેસિવિર દવાના કાળા બજાર અટકાવવા પર પણ ભાર મૂક્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સાથેની બેઠક દરમિયાન ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓએ મેડિકલ ગ્રેડના ઓક્સિજન સિલિન્ડર અને હોસ્પિટલોમાં રેમેડિસિવિરની દવાનો પુરવઠો વધારવાની માગણી કરી હતી. મહારાષ્ટ્ર, છત્તિસગઢ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસોમાં અસાધારણ ઉછાળો આવવાના કારણે આ રાજ્યોમાં ઓક્સિજન સિલિન્ડર અને રેમડેસિવિર દવાની ભારે અછત સર્જાઈ છે.

કોરોના સંક્રમણ ખોફનાક હોવાનો ‘ધ લાન્સેટ’ જર્નલનો અહેવાલ

જૂન સુધીમાં કોરોનાથી રોજના 2300નાં મોતની આગાહી !

કોરોનાનો બીજો વેવ ભારતમાં ખૂબ જ ગંભીર અસરો સર્જશે ઝેરીલી બનતી હવાથી સાવધાન રહેવાની સલાહ

ભારતમાં કોરોનાના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે. સંક્રમણ અટકવાનુ નામ નથી લઈ રહ્યુ અને લોકો મોતના મોઢામાં ધકેલાઈ રહ્યા છે

આવી સ્થિતિ વચ્ચે લાન્સેટના એક રિપોર્ટમાં હવે એવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં રોજ કોરોનાથી મોતને ભેટનારા લોકોનો આંકડો ૧૭૫૦ પર પહોચશે અને જુન મહિના સુધીમાં તો ભારતમાં રોજ ૨૩૦૦ જેટલા લોકો કોરોનાથી પોતાનો જીવ ગુમાવશે.

આ રિપોર્ટને ભારત સરકારના કોરોના ટાસ્ક ફોર્સે તૈયાર કર્યો છે. ભારતમાં કોરોનાની બીજી લહેર સામે જરુરી મેનેજમેન્ટ શિર્ષક હેઠળના રિપોર્ટમાં કહેવાયુ છે કે, હવે ૫૦ ટકા કોરોના કેસ દેશના ૨૦ જિલ્લામાંથી આવી રહ્યા છે. આ ચિંતાજનક વાત છે.આ અગાઉ પહેલા વેવમાં ૫૦ ટકા કેસ ૪૦ જિલ્લામાંથી આવ્યા હતા.

રિપોર્ટમાં કહેવાયુ છે કે, પહેલી લહેર કરતા બીજી લહેર અનેકગણી વધારે ખતરનાક છે અને જરા સરખી બેદરકારી પણ ઘાતક પૂરવાર થઈ શકે છે. કોરોના સંક્રમણના મામલા પણ બીજી લહેરમાં વધી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here