મન કી બાત : મોદીએ કહ્યું કોરોનામાં આવતા તહેવારોમાં સંયમથી જ રહેવાનું છે, ખરીદીમાં સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપો

0
3

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો પ્રોગ્રામ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહ્યા છે.પીએમ મોદીએ દેશવાસીઓને ફરીથી દશેરાની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે, દશેરા સંકટો પર જીતનો પણ પર્વ છે. સાથે જ એવું પણ કહ્યું કે, કોરોનાકાળમાં હજુ પણ બીજા ઘણા તહેવારો આવશે. આ દરમિયાન પણ આપણે સંયમથી રહેવાનું છે. બજારમાં ખરીદી કરવા જાવ તો સ્થાનિક ચીજોને પ્રોત્સાહન આપવું.

મોદીના ભાષણની મહત્વની વાતો

આજે બધા મર્યાદામાં રહીને તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પહેલા દુર્ગા પંડાલોમાં ભીડ ભેગી થતી હતી, પણ આ વખતે આવું ન થયું. પહેલા દશેરા પર પણ મેળા ભરાતા હતા, આ વખતે તેનું એકદમ અલગ સ્વરૂપ છે. રામલીલા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. ગુજરાતમાં ગરબાની ધૂમ થતી હતી. હજુ પણ બીજા તહેવાર આવશે. ઈદ, શરદ પૂનમ, વાલ્મિકી જયંતી, દિવાળી દરેક તહેવારમાં આપડે સંયમથી કામ લેવાનું છે.

લોકલ ફોર વોકલનું ધ્યાન રાખો

જ્યારે આપણે તહેવારોની તૈયારી કરીએ છીએ, તો બજાર જવું મહત્વનું રહે છે. આ વખતે બજાર જતી વખતે લોકલ ફોર વોકલનો સંકલ્પ યાદ રાખો. સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાની છે. સફાઈકર્મી, દૂધ વાળા, ગાર્ડ વગેરેની આપણા જીવનમાં ભૂમિકા રહી છે. કઠિન સમયમાં આ લોકો સાથે રહ્યાં છે દરેક વ્યક્તિ જે પરિવારથી દૂર છે, તેનો આભારી છું.

મેક્સિકોમાં ખાદી બનાવવામાં આવી રહી છે

દુનિયા આપણા લોકલ પ્રોડક્ટની ફેન બની રહી છે. ખાદી લાંબા સમય સુધી સાદગીની ઓળખ રહી છે. આજે ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ માનવામાં આવી રહી છે. ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે. દુનિયામાં ખાદી બનાવાઈ રહી છે. મેક્સિકોના ઓહાકામાં ગ્રામીણ ખાદી વણી રહ્યાં છે. આ ઓહાકા ખાદીના નામે પ્રસિદ્ધ બની ગયું છે. મેક્સિકોના એક યુવા માર્ક બ્રાઉને ગાંધી જી પર ફિલ્મ જોઈ. પ્રભાવિત થઈને બાપૂના આશ્રમમાં આવ્યા અને સમજ્યા. ત્યારે તેમને અનુભવ થયો કે આ માત્ર કાપડ નહી, જીવન પદ્ધતિ છે. તે ખાદીને મેક્સિકો લઈને ગયા.

20 દેશોમાં મલખમ શિખવાડવામાં આવે છે

જ્યારે આપણને આપણી વસ્તુઓ પર ગર્વ થાય છે તો દુનિયામાં પણ તેના પ્રત્યે જિજ્ઞાસા વધે છે. આપણો મલખમ પણ અમેરિકામાં જાણીતો બની રહ્યો છે. ત્યાં આના માટે ઘણા ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યા છે. મલેશિયા, પોલેન્ડ અને જર્મની સહિત 20 દેશોમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. ભારતમાં તો પ્રાચીન કાળથી એવી રમતો રહી છે જે શરીરમાં અસાધરણ વિકાસ કરે છે પણ બની શકે કે નવા પેઢીના યુવાન સાથીઓ આનાથી પરિચિત ન હોય. તમે ઈન્ટરનેટ પર તેને સર્ચ કરો અને તેના વિશે જાણો.

પુસ્તકો વાળી દેવી

મધ્યપ્રદેશના સિંગરૌલીની શિક્ષાએ તો સ્કૂટીને જ લાઈબ્રેરીમાં ફેરવી દીધી છે. તે ગામમાં જાય છે અને બાળકોને ભણાવે છે. બાળકો તેમને પુસ્તકો વાળી દેવી કહે છે. સરદાર પટેલે પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું. તેમણે આઝાદીના આંદોલનને ખેડૂતોના મુદ્દા સાથે જોડાવાનું કામ કર્યું. વિવિધતામાં એકતાના મંત્રને દરેક ભારતીયના મનમાં જગાડ્યો. આપણે એ બધી વસ્તુઓને જગાડવાની છે જે આપણને એક કરી દે. આપણા પૂર્વજોએ આ પ્રયાસ હંમેશા કર્યા છે.

વેબસાઈટ જોવાનો આગ્રહ

જ્યોતિર્લિંગો અને શક્તિપીઠોની સ્થાપનાએ આપણને ભક્તિના રૂપમાં એકજૂથ કર્યા. દરેક ધાર્મિક વિધિ પહેલા વિવિધ નદીઓને યાદ કરવામાં આવે છે. જેમાં સિંધુથી માંડી કાવેરી સુધીનું નામ લેવામાં આવે છે. શીખોના ધર્મસ્થળોમાં પટના સાહિબ અને નાંદેડ સાહેબ ગુરુદ્વારા સામેલ છે. એવી શક્તિઓ પણ રહી છે જે દેશને વહેંચવાનો પ્રયાસ કરતા રહે છે. દેશે પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. આપણે આપણા નાનામાં નાના કામોમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ લાવવાનો છે. હું તમને એક વેબસાઈટ ekbharat.gov.in જોવાની અપીલ કરું છું.

મહર્ષિ વાલ્મીકિનો ઉલ્લેખ

સાથીઓ આ વખતે કેવળિયામાં 31 તારીખે મને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઘણા કાર્યક્રમોમાં સામેલ થવાની તક મળી છે. તમે પણ તેમાં જોડાવ. મહર્ષિ વાલ્મીકિએ સકારાત્મક વિચાર પર ભાર આપ્યો. તેમના માટે સેવા અને માનવીય ગરિમા સર્વોપરિ છે. તેમના વિચાર આજે ન્યૂ ઈન્ડિયા માટે જરૂરી છે. 31 ઓક્ટોબરે આપણે ભારતના વડાપ્રધાન ઈન્દીરા ગાંધીને ગુમાવ્યા હતા. હું તેમને આદરપૂર્વ શ્રદ્ધાંજલિ પાઠવું છું.

કાશ્મીર ઘાટી દેશના 90 ટકા સ્લેટ પાટીનું લાકડુ અને પેન્સિલના લાકડાની આપૂર્તિ કરે છે. પુલવામામાં આ લાકડીનું ઉત્પાદન થાય છે. અહીંયાના લાકડામાં સોફ્ટનેસ હોય છે. અહીંયાના ઉખૂ ગામને પેન્સિલના ગામ તરીકે ઓળખવામાં આવે છે. સાથીઓ પુલવામાની આ પોતાની ઓલખ ત્યારે સ્થાપિત થઈ, જ્યારે અહીંયાના લોકોએ કંઈક અલગ કરવાનું વિચાર્યુ. મારા પ્યારા દેશવાસીઓ લોકડાઉન દરમિયાન ટેક્નોલોજી બેઝ્ડ ઘણા પ્રયોગ થયા છે. ઝારખંડમાં આ કામ મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપે કરી બતાવ્યું છે.તેમણે આજીવિકા ફાર્મ ફ્રેન નામે એપ બનાવી. જેની પર 50 લાખ સુધીની શાકભાજી લોકો સુધી પહોંચાડી.