Thursday, January 23, 2025
Homeપ્રવાસ : મોદી સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હિસ્સો લેવા સપ્ટેમ્બરમાં અમેરિકા જશે, ભારતીયોને...
Array

પ્રવાસ : મોદી સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હિસ્સો લેવા સપ્ટેમ્બરમાં અમેરિકા જશે, ભારતીયોને પણ સંબોધશે

- Advertisement -

વોશિંગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમેરિકા આવશે. ન્યુઝ એજન્સી આ વતની માહિતી આપી છે. તે અહીં સયુક્ત રાષ્ટ્ર મહાસભા(યુએનજીએ)ની બેઠકમાં હિસ્સો લેશે. સાથે જ તે હ્યુસ્ટનમાં ભારતીય-અમેરિકાના ગ્રુપને સંબોધિત પણ કરશે.

ભારતીય પ્રવાસીયોની વસ્તીને જોતા હાલ હ્યુસ્ટન અને શિકાગોમાંથી કોઈ એકને જ વડાપ્રધાનના કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવશે. જોકે આ અંગે સૂત્રોએ જણાવ્યું છે કે મોદી 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં જ ભારતીય ગ્રુપને સંબોધન કરશે. બાદમાં તે 23 સપ્ટેમ્બરે યુએનમાં ગ્લોબલ વોર્મિંગ પર થનારી વિશેષ બેઠકમાં ભાષણ આપશે.

મોદી ન્યુયોર્ક અને સિલિકોન વેલીમાં કાર્યક્રમ કરી ચૂક્યા છે

હ્યુસ્ટનને વિશ્વની ઉર્જા રાજધાની પણ કહેવામાં આવે છે. મોદી માટે ઉર્જા સુરક્ષા જ પ્રાથમિકતા રહી છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદી ત્રીજી વખત મોદી અમેરિકામાં ભારતીય-અમેરિકન ગ્રુપને સંબોધશે. 2014માં ન્યુયોર્ક મેડિસન સ્ક્વેર ગાર્ડન અને 2016માં સિલિકોન વેલીમાં પણ મોદીના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ બંને પ્રસંગે મોટા પ્રમાણમાં ભારતીયો હાજર રહ્યાં હતા. એક અનુમાન મુજબ, આ કાર્યક્રમમાં સમગ્ર યુએસમાંથી 20 હજારથી વધુ લોકો મોદીને સાંભળવા પહોંચ્યા હતા.

70 હજારની ક્ષમતાવાળા એનઆરજી સ્ટેડિયમમાં કાર્યક્રમ થવાની શકયતા

આ આયોજન એનઆરજી સ્ટેડિયમમાં થાય તેવી શકયતા છે. તેની દર્શક ક્ષમતા 70 હજાર છે. હ્યુસ્ટનને આ કાર્યક્રમ માટે પસંદ કરવાનું એક કારણ એ પણ છે કે અહીં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ગત વર્ષે ટેક્સાસના ગવર્નરે અને હ્યુસ્ટનના મેયરે પણ ભારતની મુલાકાત લીધી હતી. આ સિવાય ટેક્સસના પૂર્વ ગવર્નર રિક પેરી પણ ભારતીય-અમેરિકનોની સાથે સારા સંબધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular