મંત્રણા પછી મોદી-ટ્રંપની પ્રેસ કોન્ફરન્સ, ડિફેન્સ ડીલ પર મોહર, ટ્રેડ ડીલ પર વાત શરુ

0
9

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન આજે તેમણે વડાપ્રધાન મોદી સાથે મંત્રણા કરી હતી. આ મંત્રણા પર વિશ્વભરના દેશોની નજર હતી. આ મંત્રણા બાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પએ જોઈન્ટ પ્રેસમીટ સંબોધી હતી. આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે મેન્ટલ હેલ્થ મામલે કરાર છે. ટ્રમ્પની નીતિઓના કારણે દ્વીપક્ષી વેપાર વધ્યો છે. અમેરિકામાં ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂતી મળી છે. ટુંક સમયમાં એક મોટી ટ્રેડ ડીલ માટે વાતચીત કરશું. તેલ અને ગેસ માટે અમેરિકા ભારતનો મહત્વનો સ્ત્રોત છે. ભારત અમેરિકા પાસેથી અપાચે હેલિકોપ્ટરની ખરીદી કરશે.

વડાપ્રધાન મોદી બાદ ડોનાલ્ડ ટ્રમ્પએ સંબોધન કર્યું હતું. તેમણે આ મુલાકાતને ખાસ અને મહત્વની ગણાવી હતી. ભારત અને અમેરિકાના મૂલ્ય એક જેવા છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ અહીંથી તે શાનદાર યાદ લઈને જશે. દુનિયા સુરક્ષિત બને તે માટેના પ્રયાસ કરવા ચર્ચા કરવામાં આવી.

ભારતમાં જે સ્વાગત કરવામાં આવ્યું તે જોઈ તેઓ અભિભૂત થઈ ગયા. ભારતની ઊર્જાની જરૂરીયાત પૂરી કરવા માટે અમેરિકા પ્રતિબદ્ધ છે. આ સાથે જ પાકિસ્તાનમાં જે આતંકવાદ ઉછરી રહ્યો છે તેને ખતમ કરશું. તેના માટે ડીફેન્સ ડીલ પર બંને દેશ સહમત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here