એસોચેમના કાર્યક્રમમાં મોદીએ કહ્યું- પહેલા કહેવામાં આવતું હતુ why India, હવે કહેવાય છે ‘Why not India’

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા એસોચેમ ફાઉન્ડેશન વીક 2020ને સંબોધન કર્યું હતુ. આમાં તેમણે કહ્યું હતું કે આપણે જે પરિવર્તન જોવા માંગીએ છીએ, તે સંસ્થાઓએ પણ આ કરવું પડશે. આપણે વિશ્વની શ્રેષ્ઠ પ્રથા અપનાવવી પડશે, જે સમાજ સાથે વધુ એકીકરણ દ્વારા શક્ય બનશે. તેમણે કહ્યું કે પહેલા એવું કહેવામાં આવતું હતું કે why India હવે કહેવામા આવે છે Why not India.

PM મોદીએ કહ્યું કે ઘણી વખત લોકો કહે છે કે આ ક્ષેત્ર સારું છે, આ શેર સારા છે, તેમાં રોકાણ કરો. અમે જોયું છે કે સલાહકાર પણ તેમાં રોકાણ કરી રહ્યા છે કે નહીં. મહામારી દરમિયાન વિશ્વમાં રોકાણ માટે મુશ્કેલી છે. આજે આપની પાસે રોકાણ માટે સંભાવનાઓ અને નવી તકો પણ છે.

મોદીના સંબોધનની મહત્વપૂર્ણ વાતો…

1. રિસર્ચ અને ડેવલપમેન્ટ પર

રોકાણ માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ચર્ચા જરૂરી છે. અમેરિકામા આ બાબતે 75% રોકાણ પ્રાઈવેટ સેકટર કરે છે. આપણે ત્યાં એટલું રોકાણ પબ્લિક સેકટર તરફથી કરવામાં આવે છે. આપણા દેશની દરેક કંપનીએ આ માટેની રકમ નક્કી કરવી જોઈએ.

2. તમામ વિભાગો વચ્ચેના તાલમેળ પર

વિદેશ મંત્રાલય, વાણિજ્ય અને વેપાર મંત્રાલય અને એસોચેમ વચ્ચે વધુ સારા તાલમેળની માંગ છે. મિકેનિઝમ કેવી રીતે સુધારી શકાય તેના સૂચનો મને મોકલો.

3. કોરોના દરમિયાન મદદ પર

કોરોના મહામારીમાં મૂઢકેલીઓ છતાં ભારતે દુનિયાભરમાં દવાઓ પહોંચાડી. વેક્સિનના મામલે પણ ભારત અન્યની જરૂરિયાતો પૂરી કરશે.

4. સ્વદેશી વસ્તુના માર્કેટિંગ પર

એસોચેમના સભ્યો ગામડાના ઉત્પાદનોને વૈશ્વિકરણ કરવામાં ઘણી મદદ કરી શકે છે. આજે આપણે સમજી શકતા નથી કે આપણા ડિનર ટેબલ પર કેટલી વિદેશી વસ્તુઓ શણગારેલી હોય છે. આપણી પોતાની વસ્તુઓ, ઉત્પાદનને એસોચેમ દ્વારા પ્તચાર-પ્રસાર કરવો જોઈએ. દરેકે આ દિશામાં સાથે મળીને કામ કરવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here