Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

સફાઈના કેસમાં સતત ચોથી વખત ઈન્દોર નંબર-1 બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં આજે ઓનલાઈન કાર્યક્રમમાં પરિણામોની જાહેરાત કરશે. સ્વસ્છતા સર્વેક્ષણ-2020 લીગના ત્રણેય ક્વાર્ટરમાં ઈન્દોર અવ્વલ છે. બીજા અને ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત આજે થશે, જ્યારે છ હજાર નંબરના સ્વચ્છતા સર્વેક્ષણમાં માત્ર પહેલા ક્વાર્ટર પરિણામોમાં ઈન્દોરે જીત મેળવી હતી. ભાસ્કરે ઈન્દોરના જીતવાનો ખુલાસો બે દિવસ પહેલા જ કરી દીધો હતો.

ભોપાલમાં વર્ચુઅલ પ્લેટફોર્મ પર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પૂર્વ મેયર માલિની ગૌડ, કલેક્ટર મનીષ સિંહ, કમિશનર પ્રતિભા પાલ અને પૂર્વ કમિશનર આશીષ સિંહ હાજર રહેશે. મધ્યપ્રદેશને કુલ 10 એવોર્ડ મળશે. જેમાં ઈન્દોર સિવાય ભોપાલ, જબલપુર, બુરહાનપુર, રતલામ, ઉજ્જૈન, નગર પાલિકા સિહોરા,નગર પરિષદ શાહગંજ, નગર પરિષદ કાંટાફોડ અને છાવની પરિષદ મહૂ કેન્ટ સામેલ છે.

સિટીઝન ફીડબેક, વેસ્ટ રિડક્શન, રેવેન્યૂ કલેક્શનને બાજી મારી
ભાસ્કરે એ ત્રણ કારણ શોધ્યા, જેની પર રેકિંગ આધારિત હતું. આ વખતનું રેકિંગ છેલ્લા ઘણા વર્ષો કરતા વધુ પડકારજનક એટલા માટે પણ હતું કારણ કે સફાઈને વર્ષ દરમિયાન ત્રણ ક્વાર્ટરમાં વહેંચવામાં આવી હતી.

સિટીઝન ફીડબેકઃ ઈન્દોરના લોકોએ સ્વચ્છતાની માત્ર પ્રશંસા જ નથી કરી, પણ તેમના જવાબોના કારણે ઈન્દોર ફરી પહેલા નંબરે આવી શક્યું છે. જેનો અર્થ એ નથી કે જે શહરે દાવો કરી રહ્યું છે તેની વાસ્તવિકતા લોકો જ જણાવશે. અન્ય શહેરોએ પોતાને સાફ અને સારા ગણાવ્યા પણ લોકોએ નેગેટિવ ફીડબેક આપ્યો.

વેસ્ટ રિડક્શનઃ લોકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો. ડિસ્પોઝલની જગ્યાએ વાસણ બેન્ક અને થેલીઓના વિકલ્પમાં ઝોલા બેન્ક શરૂ કરી.
રેવેન્યૂ કલેક્શનઃ ઈન્દોરે વેસ્ટ મેનેજમેન્ટ માંથી 40 કરોડ વસુલ્યા. આ એ શિખર હતું, જેને કોઈ બીજુ અડી પણ ન શકે. નંબર-2 પર રહેલા ભોપાલમાં પણ વેસ્ટ મેનેજમેન્ટ 15 કરોડથી વધુ નથી.

આજે ઘરે ઘરે દીપ પ્રગટાવાશે, આવતીકાલે સફાઈકર્મીઓનું સન્માન
ચોથી વખત નંબર-1 આવવા પર ઈન્દોરમાં ઉજવણી કરાશે. જેની તૈયારી સાંસદ શંકર લાલવાની દ્વારા કરાવવામાં આવી રહી છે. જાહેરાત થતા પહેલા એવા લોકોને બોલાવાયા, જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ છે. આ લોકો પોત પોતાના પ્લેટફોર્મ દ્વારા સોશિયલ મીડિયા પર ‘સફાઈમાં ઈન્દોરનો ચોકો’ની માહિતી લાઈવ આપશે.
સાંજે દરેક ઘરે દીપ પ્રગટાવાશે અને થાળીઓ વગાડવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments