મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં મોદી આપશે સ્વાગત ભાષણ, ટ્રમ્પ કરશે અમેરિકા-ભારતના સંબંધોની વાત

0
23

 આજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આજે પ્રથમ દિવસે તેઓ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરશે. એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત, ગાંધી આશ્રમની મુલાકાત અને 22 કિમીના રોડ શો પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધન કરશે.

સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત
સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. કિંજલ દવેએ ‘અમે ગુજરાતી લહેરી લાલા..’ ગીત પર ધમાકેદાર પરફોર્મન્સ કર્યું છે. ત્યારબાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પરફોર્મન્સ કર્યું હતું. તેમણે મોગલ આવે…સહિતના ગીતો પર પરફોર્મ કર્યું છે. કીર્તિદાને દિવ્યાંગ દીકરી સાથે ‘લાડકી’ ગીત પર પરફોર્મ કર્યું છે. ગીતા રબારીએ ‘રોણા શેરમાં રે..’ ગીત પર પરફોર્મ કર્યું છે. પાર્થિવ ગોહિલે ‘સુનો ગોર સે દુનિયા વાલો…’ ગીત પર પરફોર્મ કર્યું છે. પાર્થિવે ‘લાગ્યો કસુંબીનો રંગ’ ગાયને દર્શકોને મોજ કરાવી હતી.

મોટેરા સ્ટેડિયમ બહાર 16 સ્થળે પાણીની વ્યવસ્થા
મોટેરા સ્ટેડિયમ બહાર 16 સ્થળે પીવાના પાણીના સ્ટોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરેક સ્ટોલ પર ઓછામાં ત્રણ લોકોને વ્યવસ્થાના ભાગરૂપે ગોઠવવામાં આવ્યા છે.

મોટેરામાં 1.10 લાખ લોકો વચ્ચે 3.00 વાગે સુધી રહેશે
સ્ટેડિયમની આસપાસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. નાગાલેન્ડ, આસામ સહિત વિવિધ રાજ્યોના કલાકાર, સંગીત-નૃત્યનો કાર્યક્રમ રજૂ કરશે. સૂફી ગાયક કૈલાસ ખેર, સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, કિંજલ દવે સહિત અનેક કલાકારોના વિવિધ કાર્યક્રમ પણ આ દરમિયાન રજૂ થશે. ત્યાર પછી સૌથી પહેલાં મોદીનું ભાષણ થશે, તેઓ અમેરિકા-ભારતના સંબંધો અંગે વાત કરશે. ત્યારપછી ટ્રમ્પનું ભાષણ યોજાશે. તેઓ મોદી સાથે મિત્રતાની વાત કરશે, ભારત સાથેના સંબંધો અંગે પણ જણાવશે. ભારતના લોકતંત્રની વાતની સાથે અમેરિકામાં વસેલા ભારતીયોની સાથે ગુજરાતીઓનો પણ ઉલ્લેખ કરશે. ત્યારપછી ટ્રમ્પ અને મેલેનિયા મોદીની સાથે બધાનું અભિવાદન કરશે. મોદી અને ટ્રમ્પ પરિવાર ઓપન જીપ્સીમાં સ્ટેડિયમનું ચક્કર લગાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here