કૂટનીતિ : ડોભાલ પછી હવે મોદી જશે સાઉદી અરેબિયા, દ્વિપક્ષી સંબંધોનો નવો વ્યુહાત્મક અધ્યાય લખાવાની શક્યતા

0
17

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં સાઉદી અરબના પ્રવાસે જઇ શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે તારીખની જાહેરાત થઇ નથી. મોદી અહીં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ પણ આ અઠવાડિયામાં સાઉદીની મુલાકાતે ગયા હતા. ન્યૂઝ એજન્સી પ્રમણે ડોભાલની આ યાત્રા દરમિયાન મોદીના પ્રવાસ પર સહમતિ બની અને વાતચીતનો એજન્ડા તૈયાર કરવામાં આવ્યો.

ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં સામેલ થશે
ખાડી દેશો આ મહિનાના અંતમાં ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે મોદી પણ તેમાં સામેલ થઇ શકે છે. તેમના સિવાય અરબ દેશોના દરેક રાષ્ટ્રાધ્યક્ષ અહીં ઉપસ્થિત રહેશે. તેમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાન પણ સામેલ છે. સમિટનું આયોજન રિયાદમાં થઇ રહ્યું છે.

ડોભાલની યાત્રા મહત્વની
એનએસએ ડોભાલે સાઉદી અરબની મુલાકાત દરમિયાન ત્યાના શીર્ષ નેતૃત્વ સાથે વાતચીત કરી હતી. પ્રિન્સ સલમાન સાથે તેમની મુલાકાત બે કલાક ચાલી હતી. માનવામાં આવી રહ્યું છે કે અજીત ડોભાલે તેમને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી. તેમણે પ્રિન્સને એ પણ જણાવ્યું કે ભારત સરકાર કાશ્મીરમાં વિકાસના કામોને ખૂબ ઝડપથી આગળ વધારી રહી છે. મોટાભાગના પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે. તે સિવાય સાઉદી તેલ કંપની અરામકો પર હુમલા બાદ ત્યાની પરિસ્થિતિ વિશે પણ ચર્ચા થઇ. અરામકો પેહલાથી જ રિલાયન્સ સાથે ઓઇલ સેક્ટરમાં સહયોગ માટે કરાર કરી ચૂકી છે.

મોદી 2016માં રિયાદ ગયા હતા. સાઉદી અરબની આ તેમની બીજી મુલાકાત હશે. સલમાન આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ભારત આવ્યા હતા. સાઉદીએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here