મોદી આજે 70મી વખત મન કી બાત કરશે, તહેવારો પર કોરોના પ્રત્ય બેદરકારી ન દાખવવા અંગે સલાહ આપી શકે છે

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો પ્રોગ્રામ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. મન કી વાત કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નાગરિકોને દશેરા અને વિજય દશમીની શુભેચ્છા પાઠવી શકે છે. આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન દેશવાસીઓ સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી શકે છે. કાર્યક્રમનું પ્રસારણ રેડિયો અને દૂરદર્શન પર કરવામાં આવશે. આજના કાર્યક્રમમાં મોદી બિહાર ચૂંટણી, કોરોના મહામારી અને કોરોના વેક્સીન પર વાત કરે તેવી શકયતા છે.

આ પહેલા વડાપ્રધાને 27 સપ્ટેમ્બરે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કોરોના સંકટ, કિસાન, પરિવાર, કથા-કહાની પર મુખ્યત્વે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા ત્યાં એવું કહેવાય છે કે જે જમીન સાથે જેટલો જોડાયેલો હોય છે, તે મોટા-મોટા તોફાનોમાં પણ અડગ રહે છે. કોરોનાના આ કપરા સમયમાં આપણું કૃષિ ક્ષેત્ર, આપણો ખેડૂત તેનું જીવંત ઉદાહરણ છે. કોરોનાના આ કપરા સમયમાં કૃષિ ક્ષેત્ર, આપણો ખેડૂત, આપણા ગામડાઓ, આત્મનિર્ભર ભારતનો આધાર છે. તેઓ મજબૂત હશે તો આત્મનિર્ભર ભારતની પરિભાષા મજબૂત બનશે.

મોદીએ આ અંગે વધુમાં કહ્યું હતું કે હરિયાણાના એક ખેડૂતે મને કહ્યું કે એક સમય હતો જ્યારે મંડીની બહાર પોતાના ફળ અને શાકભાજીને વેચવામાં તકલીફ આવતી હતી. જોકે 2014માં ફળ અને શાકબાજીઓને એપીએમસીમાંથી બહાર કરી દેવામાં આવ્યા. તેનો તેમને અને આસપાસના ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો. 3-4 વર્ષ પહેલા જ મહારાષ્ટ્રમાં ફળ અને શાકભાજીઓને એપીએમસીની સીમામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here