ધોનીને મોદીએ પત્ર લખ્યો : PMએ કહ્યું, તમારી નિવૃત્તિથી 130 કરોડ ભારતીયો નિરાશ છે, પરંતુ દરેક ભારતીય ક્રિકેટમાં તમારા યોગદાન બદલ આભારી છે

0
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેન્દ્રસિંહ ધોનીને એક પત્ર લખ્યો છે. મોદીએ લખ્યું છે કે તમે તમારી વિશેષ શૈલીમાં શેર કરેલો વીડિયો આખા દેશ માટે ચર્ચાનો વિષય બની ગયો છે. જોકે 130 કરોડ ભારતીયો નિરાશ થયા હતા, પરંતુ ભારતીય ક્રિકેટ માટે તમે જે કર્યું તે માટે દરેક જણ તમારો આભારી છે.

ધોની માટે મોદીની 6 ખાસ વાત

  1. એ મહત્ત્વનું નથી કે તમે કઈ હેરસ્ટાઇલ રાખી હતી, પરંતુ જીત હોય કે હાર, તમારું મન અને મગજ હંમેશા શાંત રહ્યું. આ દેશના દરેક યુવા માટે સૌથી મહત્ત્વની શીખ છે.
  2. હું ભારતના સશસ્ત્ર સૈન્ય સાથેના તમારા જોડાણનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું. તમે સૈન્યના લોકોમાં જોડાવાથી ખૂબ ખુશ હતા.
  3. ભારતની વર્તમાન પેઢી નિર્ણય લેવાની ઘડીએ હિંમત નથી હારતી, અમે આ વાત તમારી ઘણી ઇનિંગ્સમાં જોઈ છે. ​
  4. તમારા ક્રિકેટ કરિયરને સ્ટેટેસ્ટિક્સના પ્રિઝમ દ્વારા જોઈ શકાય છે. તમે ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છો. તમારા પ્રયત્નોથી ભારત વિશ્વમાં પ્રથમ નંબરે પહોંચ્યું. તમારું નામ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં ગણવામાં આવશે. તમે ચોક્કસપણે વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર રહ્યા છો.
  5. મુશ્કેલ પરિસ્થિતિઓથી ટીમને બહાર કાઢવી એ તમારી ખૂબી રહી છે. મેચ પૂરી કરવાની તમારી શૈલી પણ અદભૂત રહી છે. 2011ના વર્લ્ડ કપની ફાઇનલ લોકોને હંમેશા યાદ રહેશે. પરંતુ મહેન્દ્રસિંહ ધોનીનું નામ માત્ર કરિયર સ્ટેટેસ્ટિક્સ કે કોઈ મેચ વિનિંગ ઇનિંગ્સ માટે જ યાદ રાખવામાં નહિ આવે. તમને માત્ર એક ખેલાડી તરીકે જોવા અન્યાય સમાન ગણાશે. તમારો રમત અને લોકો પર પ્રભાવ રહ્યો છે.
  6. મને આશા છે કે સાક્ષી અને ઝીવાને તમારી સાથે વધુ સમય પસાર કરવા મળશે. તેમના ત્યાગ વગર આ બધું સંભવ નહોતું. આપણા યુવાઓને એ તમારી પાસેથી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની પ્રાયોરિટીને પણ બેલેન્સ કરતા શીખવી જોઈએ. મને એક મેચ યાદ છે, જેમાં તમારી આસપાસ બધા ચેમ્પિયન બન્યા પછી ટ્રોફી સાથે ઉજવણી કરી રહ્યા હતા, પણ તમે તમારી દીકરી સાથે રમવામાં વ્યસ્ત હતા. તે વિન્ટેજ ધોની હતા.

ધોનીએ મોદીનો પત્ર ટ્વિટર પર શેર કર્યો

ધોનીએ PMનો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, “એક કલાકાર, સૈનિક અને ખેલાડી એ જ ઈચ્છે છે કે તેમને પ્રોત્સાહન મળે અને તેમની મહેનત અને બલિદાનને યાદ રાખવામાં આવે. પ્રશંસા અને શુભેચ્છાઓ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.”

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here